ધારીમાં રહેતી અને બ્યુટીપાર્લર ચલાવતી એક પરિણીતાને પતિએ ત્રાસ આપ્યો હતો. આ અંગે મિતલબેન રતીભાઇ રૂડાણી (ઉ.વ.૩૫)એ પતિ કૌશિકભાઇ મનુભાઇ કાતરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને નાની-નાની વાતોમાં ઝઘડો કરી મેણા ટોણા માર્યા હતા. જેમ ફાવે તેમ ગાળો આપી શારીરીક અને માનસીક ત્રાસ આપીને મુંઢ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે વાળા વધુ તપાસ કરી રહ્યા છે.







































