ધારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા કાયમી સમસ્યા બની ગઈ છે. રખડતા ઢોરને કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતો સર્જાયા છે ત્યારે હવે આખલાઓએ શહેરને બાનમાં લીધુ હોય તેમ યુધ્ધ કરતા નજરે પડે છે. ધારી શહેરની મધ્યમાં આખલાઓએ શીંગડા ભરાવતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ છવાયો હતો. આખલા યુધ્ધને કારણે ટ્રાફિક જામ થયો હતો. અડધો કલાક પછી આખલા યુધ્ધ પુરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.