ધારી નગરપાલિકાના કામદારો દ્વારા પગારની માંગણી સાથે ચાલી રહેલો વિરોધ આખરે સમાપ્ત થયો છે. પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ જોશીએ નગરપાલિકા અને આંદોલનકારી કામદારો વચ્ચે સમાધાન કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની મધ્યસ્થીથી સતત બે કલાક સુધી ચાલેલી મંત્રણા બાદ આ મામલે સુખદ નિરાકરણ આવ્યું છે.નગરપાલિકાના ચીફ ઓફિસરે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ તમામ કામદારોનો બાકી પગાર ચૂકવી દેવામાં આવશે. જીતુભાઈ જોશીએ પણ કામદારોને તેમનો પગાર મળી જશે તેવી ખાતરી આપતા, નગરપાલિકાના તમામ કામદારો ફરીથી પોતાના કામ પર હાજર થઈ ગયા છે. આ સમાધાનથી નગરપાલિકાના કાર્યો ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકશે.