ધારી પંથકમાં પરપ્રાંતીય મજૂરો મોટી સંખ્યામાં મજૂરીકામ અર્થે આવેલા છે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભૂતકાળમાં હત્યા, ચોરી જેવા બનાવ પ્રકાશમાં આવ્યા છે ત્યારે આવા બનાવ અટકાવવા માટે મજૂરો વિશેની માહિતી પણ રાખવી એ આપણી નૈતિક ફરજ છે.‌ આવા બનાવ ભવિષ્યમાં ન બને એ માટે ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય જે.વી. કાકડીયાના માર્ગદર્શનથી મજૂરોની વિગત સાચવવા અને ગુનાખોરી ડામવામાં મદદરૂપ થવાના હેતુસર પરપ્રાંતીય મજૂર ઓળખ ફોર્મ રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઇ શેલડીયા-સરસીયા દ્વારા ધારી પોલીસને આપવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની હાજરીમાં ડીવાયએસપી ગઢવીએ આજરોજ દસ હજાર કોપી ફોર્મ સરપંચોને આપ્યા છે. પોલીસે ધારી તાલુકાના સરપંચોને ધારી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારમાં માહિતગાર કરી ઓળખ ફોર્મનો પુરેપુરો ઉપયોગ કરી સહકાર આપવા જણાવ્યું હતું.