ધારીથી ૧૭ કિ.મી. દુર ગીરના કાંઠે શ્રી પુરૂષોતમલાલજી ગૌલોક સેવાધામ ટ્રસ્ટની ગૌશાળા આવેલ છે, જેનું સંચાલન બાબુભાઈ ઢોલા કરે છે. તેઓ ૩૨ વરસથી ગૌસેવા કરે છે. ગૌશાળામાં હાલ ૩૫૦ ગૌવંશ, જેમાં અપંગ અને અશકત ગૌવંશની વિશેષ દેખભાળ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થા દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે દાન સ્વીકારવા માટે યોગીજી ચોક ખાતે તા. ૧૪/૦૧/૨૦૨૬ ના રોજ રાવટી ઉભી કરાશે. આ પવિત્ર દિવસે ધર્મપ્રેમી જનતાને તેમની શક્તિ મુજબ દાન કરવા માટે અપીલ કરવામાં આવે છે. સંસ્થાને આવકનો કોઈ કાયમી સ્ત્રોત નથી.









































