અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં તુલસીશ્યામ રોડ પર ખોખરા મહાદેવ ગામ પાસે ફોર વ્હીલ કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ ઘટના બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે.