ધારી ગ્રામ પંચાયતમાં છેલ્લા ૩૩ વર્ષથી નિષ્ઠાપૂર્વક નોકરી કરી નિવૃત્ત થતા નારણભાઈ વાધવાણી પરિવાર દ્વારા ધારી ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે લાપસીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નિવૃત્ત થતા નારણભાઈ વાધવાણીનું બજરંગ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણી, જીતુભાઈ જોશી, હરેશભાઈ મકવાણા, કે.કે. ચૌહાણ, ભરતભાઈ શેઠ, હિરેનભાઈ પટણી, ધર્મેન્દ્રભાઈ લહેરુ, મહેશભાઈ પરમાર, દીપકભાઈ પંડ્યા સહિતના હાજર રહ્યાં હતા.