ધારીની દામાણી હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રજોગ સંવાદના માધ્યમ એવા ‘મન કી બાત’ કાર્યક્રમના તાજેતરના એપિસોડને નિહાળવા માટે એક વિશેષ પ્રસારણ કાર્યક્રમનું આયોજન થયું હતું. વડાપ્રધાનના વિચારો જન-જન સુધી પહોંચે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સભાખંડમાં ટેલિવિઝનના માધ્યમથી વડાપ્રધાનના સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ, પર્યાવરણ સુરક્ષા, ટેકનોલોજીનો ઉપયોગ અને સ્થાનિક સ્તરે થતી નવતર કામગીરી વિશે જે મહત્વની વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં કેતનભાઇ સોની, પરેશભાઈ પટણી, સુરેશભાઇ ગમારા, પ્રકાશભાઈ કારીયા, ઉમેશભાઈ ધાંધલ, અરવિંદભાઈ રંગપરીયા, રમેશભાઇ મકવાણા, ચિરાગભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.