ધારીની મનમંદિર શાળામાં પતંગોત્સવની ભવ્ય તૈયારી કરવામાં આવી હતી. જેમાં બાલમંદિરથી ધોરણ-૪ના બાળકો ઘરેથી પતંગ બનાવીને લાવ્યા હતા. ધોરણ-પાંચથી ૧૦ ના બાળકોએ નકામી વસ્તુમાંથી પતંગ બનાવી હતી. ત્યારબાદ બાળકોએ બનાવેલા પતંગને નંબર આપેલા હતા. કાર્યક્રમ સફળ બનાવવા સ્ટાફની મહેનત રંગ લાવી હતી એવું સંસ્થાના આચાર્ય પ્રિયંકાબેન વ્યાસે જણાવ્યું છે.







































