ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આગામી ૧૫ માર્ચ, ૨૦૨૬ના રોજ એક વિશાળ હિન્દુ સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગોપાલગ્રામની પટેલ વાડી ખાતે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ વાગ્યા દરમિયાન સંપન્ન થશે. શ્રી રામ હિન્દુ મહાસંમેલન સમિતિ અને આસપાસના ૧૦ ગામોના મંડળ દ્વારા સંયુક્ત રીતે આ ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારના તમામ હિન્દુઓને એકમંચ પર લાવી સામાજિક એકતા વધુ મજબૂત કરવાનો છે. ‘સંગઠિત હિન્દુ – સમર્થ ભારત’ના મંત્ર સાથે યોજાનારા આ કાર્યક્રમમાં ‘જાત-પાતને કરો વિદાય, અમે બધા હિન્દુ ભાઈ-ભાઈ’ના સૂત્રને સાર્થક કરવા આગેવાનોએ જાહેર જનતાને મોટી સંખ્યામાં ઉમટી પડવા અપીલ કરી છે. હિન્દુ સંમેલનને લઈ ગ્રામજનો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.




































