અમરેલી જિલ્લાના નવા ખીજડિયા ગામના પાટિયા પાસે તા.૧૪ના રોજ આધુનિક બસસ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા બસસ્ટેન્ડથી ગામ અને આસપાસના વિસ્તારના મુસાફરોને મોટી રાહત મળશે.આ પ્રસંગે કારોબારી ચેરમેન નિકુલ માંડણકા, પ્રવિણભાઈ માંગરોળીયા, દિલીપભાઈ સાવલીયા, મુકેશભાઈ બગડા, જશુભાઈ વિપુલ કણબી, ખુમાણ નરેન્દ્રભાઈ વાળા, દામજીભાઈ જાવિયા, કિર્તીભાઈ જોશી, નરેશભાઈ ત્રાપસીયા, નાગજીભાઈ બુહા, સંદીપ સોલંકી સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.