ધારગણી ગામે રહેતા એક યુવકે વ્યાજે પૈસા લીધા હતા. જેનું વ્યાજ ચૂકવી ન શકતાં ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રવીભાઈ ભૂપતભાઈ મોલાડીયા (ઉ.વ.૨૩)એ ધારીના ખંભાળીયા ગામના મહેશભાઈ બોરીચા તથા જયવીરભાઈ હકુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓએ ૧૭ ટકાના વ્યાજે કટકે કટકે રૂ.ર,૫૦,૦૦૦ આપ્યા હતા. જેના વ્યાજ પેટે તેમણે આરોપીઓને રૂ.૫,૭૦,૦૦૦ કટકે કટકે ચૂકવ્યા હતા. છતાં આરોપીઓએ વ્યાજનું વ્યાજ ગણી તેમને હજી તારે અમોને વ્યાજના રૂ.૧,૯૦,૦૦૦ આપવાના બાકી છે તે રૂપિયા આપવા પડશે. જો તું અમોને અમારા વ્યાજના રૂ.૧,૯૦,૦૦૦ નહીં આપે તો તારે તારી જમીન અમોને લખી દેવી પડશે નહીંતર અમો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ માધવજીભાઈ લક્ષ્મણભાઈ ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.