ભારતમાં ગામડાઓનો ઉદય, સમૂહ રહેઠાણ વ્યવસ્થા અને તેના વિકાસનો ઈતિહાસ ઘણો પ્રાચીન સમયથી અને વૈવિધ્યસભર રહ્યો છે. આપણે અગાઉનાં અંકમાં ઐતિહાસિક અને પ્રાચીન વીરાસતોનો ખ્યાલ મેળવ્યો અને એ સમય દરમ્યાન થયેલ આર્થિક અને સામાજીક મુદ્દાઓની વાત કરી. અંગ્રેજાના ગયા પછી આઝાદ હિન્દુસ્તાનમાં ગામડાઓ મહત્વનું કેન્દ્રબિન્દુ રહ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગ્રામ વિકાસને રાષ્ટ્રીય પુનઃનિમાર્ણનું કેન્દ્રબિન્દુ માનતા હતા. ગામડુ એ ભારતનું હૃદય છે એવું માનતા હતા. ગામડાઓનું વિકાસની દ્રષ્ટીએ પુનઃનિર્માણ થાય તેવો ધ્યેય રાખ્યો હતો. મહાત્મા ગાંધી લિખિત ‘‘ ગ્રામ સ્વરાજ’’ ખરા અર્થમાં વાંચવા જેવું ખરૂ અને ગ્રામ ઉત્થાન સાથે જાડાયેલા સામાજીક / રાજકીય નેતાઓ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓએ ગ્રામ સ્વરાજના મંત્રને સાર્થક કરવો પડશે, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના ખેડૂતોને હેરાન-પરેશાન કરતા કાયદાઓ સામે લડત આપી અને દેશની જનતાના દિલમાં લોખંડી પુરુષ તરીકે સ્થાન પામ્યા. સહકારીતાના પાયામાં પણ સરદાર પટેલનું યોગદાન રહ્યુ છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીનાં એકાત્મ માનવવાદનાં તત્વજ્ઞાનમાં સમાજના સૌથી નબળા, પછાત, ગરીબ, શોષિત, વંચિતો સુધી વિકાસના ફળો પહોંચવા જાઈએ, વિકાસનું મોડેલ પશ્ચિની દેશોની નકલ નહિ પણ ભારતીય
સંસ્કૃતિ અને જરૂરિયાતો અનુરૂપ હોવુ જાઈએ. આપણે આ દેશના મહાપુરુષોના વિચારો અને એમણે આપેલી દિશાની વાત કરી. દેશમાં પ્રારંભિક વિકાસની પંચવર્ષિય યોજનામાં ૧૯પ૧ થી ૧૯પ૬ના ગાળામાં કૃષિ અને ગ્રામીણ વિકાસ અને વીજળીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯પ૬ થી ૧૯૬૧ની પંચવર્ષિય યોજનામાં સહકારી સોસાયટીઓ અને ગ્રામ ઉદ્યોગો ઉપર ભાર મુકવામાં આવ્યો હતો અને વિકાસની વાટને સરકાર દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. ત્રીજી પંચવર્ષીય યોજના ૧૯૬૧ થી ૧૯૬૬ દરમ્યાન આત્મનિર્ભરતા અને ખેતી અને ઉદ્યોગો વચ્ચે સંતુલન અને સમાન વિકાસની શકયતાઓ ઉપર કામની શરૂઆત થઈ જેમાં કૃષિ ક્ષેત્રે મશીનરીની જરૂરિયાત અને ઉપલબ્ધતા, ખેતીમાં વિકાસ, રાસાયણિક ખાતરો અને નવી ટેકનોલોજીના વિકાસ થકી ઉત્પાદન વધારવું. દૂધ, દાળ અને અનાજનું ઉત્પાદન વધારવું. શ્રમ આધારીત ગૃહઉદ્યોગ અને નાની ઈન્ડ્રસ્ટ્રીઝના વિકાસ માટેની યોજનાઓની શરૂઆત થઈ હતી. સૌથી અગત્યનું પાસુ અને જરૂરિયાત એવી શિક્ષણ પધ્ધતિમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ થયો. આપણે ક્રમશઃ વિકાસની યોજનાઓની વાત કરીશું.