લાઠીના અડતાળા ગામે રહેતા એક પિતાએ તેની દીકરી સાથે બળજબરી કરવા બદલ ઠપકો આપતાં તેને ગાળો આપવામાં આવી હતી. ઉપરાંત ‘અમરેલી નોકરી કરવા કેવી રીતે જશે’ તેમ કહી ધમકી આપી હતી. બનાવ સંદર્ભે જીવરાજભાઈ છનાભાઈ બગડાએ સુરેશભાઈ કરશનભાઈ બગડા, કરશનભાઈ બગડા, કંચનબેન કરશનભાઈ બગડા, રાજુભાઈ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની દીકરી અમરેલી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગમાં નોકરી કરે છે. અમરેલી કૌટુંબીક ભાઇ સુરેશભાઇ સાથે ગઈ હતી અને તેની સાથે અમરેલી બસ સ્ટેશનની પાછળ આવેલ પારસ હાઉસમાં તેની મોબાઇલની દુકાનમાં દીકરીને જબરદસ્તી કરી હતી. જેનો ઠપકો આપવા જતા ચારેય સામવાળાઓને સારૂ ન લાગતા તેમને તથા તેના ઘરના સભ્યોને ગાળો આપી હતી. તેમને તથા તેના ઘરના સભ્યોને માર મારવા દોડી તેમની દીકરી અમરેલી નોકરી કરવા કેમ જાશે તેમ ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.