દિલ્હી સરકારનું બજેટ આજે રજૂ થવાનું છે, પરંતુ બોમ્બથી ધમકીઓ પહેલાથી જ ગભરાટ ફેલાવી ચૂકી છે. દિલ્હી વિધાનસભા, સ્પીકર વિજેન્દર ગુપ્તા અને વિધાનસભા મેટ્રો સ્ટેશનને બોમ્બથી ધમકી આપવામાં આવી છે.
સ્પીકર વિજેન્દર ગુપ્તાને સવારે ૭ઃ૪૯ વાગ્યે ઇમેઇલ મળ્યો હતો, અને વિધાનસભાને સવારે ૭ઃ૨૮ વાગ્યે ઇમેઇલ મળ્યો હતો. આ ઈમેલમાં ન્ય્ તરનજીત સંધુ, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી જયશંકર, તેમજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેબિનેટ મંત્રી મનજિન્દર સિંહ સિરસાનું પણ નામ છે. અહેવાલ મુજબ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. દિલ્હી વિધાનસભાને બોમ્બ ધમકીભર્યા ઈમેલ બાદ, એક Âસ્નફર ડોગ સ્ક્વોડ આવી અને તપાસ શરૂ કરાઇ હતી
બોમ્બ ધમકીભર્યા ઈમેલ મળતાં, ભાજપના ધારાસભ્ય અનિલ ગોયલે કહ્યું, “તે એક છેતરપિંડી હતી. બધું સુરક્ષિત છે, અમે બેઠક માટે જઈ રહ્યા છીએ.” ધમકીઓ છતાં, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. આ વર્ષે, દિલ્હીનું બજેટ આશરે ૧૧૦,૦૦૦ કરોડનું છે. રેખા ગુપ્તા બીજી વખત દિલ્હીનું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂઆત દરમિયાન ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી.
પીડબ્લ્યુડીને માળખાગત ખર્ચ માટે રૂ. ૫,૯૨૧ કરોડ, શહેરી વિકાસ માટે રૂ. ૭,૮૮૭ કરોડ, યમુનાપર માટે રૂ. ૩૦૦ કરોડ, ઝૂંપડપટ્ટી વિકાસ માટે રૂ. ૮૦૦ કરોડ, ગ્રામીણ વિકાસ માટે રૂ. ૭૮૭ કરોડ અને વિકાસ વિભાગ માટે રૂ. ૯૧૪ કરોડ ફાળવવામાં આવ્યા છે.
ચંદ્રાવળ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ. ૪૭૫ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. દિલ્હીમાં પાણી ભરાવાની સમસ્યાને ઉકેલવા માટે એક નવો ડ્રેનેજ માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. પાણી ભરાવાની સમસ્યાને ઉકેલવા માટે સિંચાઈ વિભાગને રૂ. ૬૧૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. વધુમાં, ૫૦ કરોડના ખર્ચે પૂર સુરક્ષા દિવાલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગને રૂ. ૧૨,૭૪૬ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.









































