દામનગર શહેરમાંથી પસાર થતા જિલ્લા પંચાયતના રસ્તાની હાલત હાલમાં બદતર છે. આ રસ્તો શહેરી વિસ્તારમાંથી પસાર થતો હોય પાલિકાએ રીપેર કરવાને બદલે જિલ્લા પંચાયતને રજૂઆત કરી જાણે લોકોને ગેરમાર્ગે દોરતા હોય તેવો ઘાટ સર્જતા આ મુદ્દે દામનગર વાસીઓમાં રોષ જોવા મળે છે. વહેલી તકે આ રસ્તો રીપેર કરવા માંગ ઉઠી છે.