અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયે કરુરમાં તેમની રેલીમાં ભાગભાગના પીડિતોને મદદની ખાતરી આપી છે. અભિનેતાએ વોટ્‌સએપ વીડિયો કોલ દ્વારા પીડિતો સાથે વાત કરી અને તેમને શક્ય તમામ સહાયની ખાતરી આપી.

પહેલાં, પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત ન કરવા બદલ વિજયની ટીકા થઈ હતી. હવે, તમિલનાડુ વેત્રી કઝગમ પાર્ટીના વડા વિજયે પીડિતોના એક પરિવાર સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી છે. પરિવારે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. પરિવારે જણાવ્યું છે કે વિજયે તેમના જમાઈને ફોન કરીને આ ઘટના માટે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આવું ન થવું જાઈતું હતું. વિજયે પરિવારને તેમના સમર્થનની પણ ખાતરી આપી હતી.

બીજા પીડિત પરિવારે પણ વિજયના ફોનની જાણ કરી હતી. પરિવારે કહ્યું કે અભિનેતા-રાજકારણીએ મહિલાને સાંત્વના આપતા કહ્યું હતું કે, “હું તમારા દીકરા જેવો છું.” જાકે, ટીવીકે સૂત્રો કહે છે કે વિજય કરુરની મુલાકાત લેશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. જાકે, તેમણે પાર્ટીના સભ્યોને અસરગ્રસ્ત પરિવારોનો સંપર્ક કરવા કહ્યું છે.