સાવરકુંડલા શહેરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. એક યુવકને ‘તું બધાની પથારી ફેરવે છે, આજે અમો તારી પથારી ફેરવી નાખવાના છીએ’ કહીને ફટકાર્યો હતો. બનાવ સંદર્ભે અરવિંદભાઈ સોમાભાઈ નગવાડીયા (ઉ.વ.૨૩)એ લાલુ યાદવ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ સાવરકુંડલા જલારામ સોસાયટીમાંથી ટ્રેકટરનો ફેરો લઈને નીકળ્યા હતા. આ દરમિયાન આરોપીએ તેમને ઉભો રાખ્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. ઉપરાંત ‘તું બધાની પથારી ફેરવે છે, અમો આજે તારી પથારી ફેરવી નાખવાના છીએ’ તેમ કહી લાકડીથી માર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.