બગસરાના બાલાપુર ગામે રહેતા એક યુવકને તું કેમ ઘરે મોટે મોટેથી બોલે છે તેમ કહી ગાળો આપી ઢીકાપાટુ માર્યા હતા. બનાવ સંદર્ભે અભયભાઈ પ્રેમજીભાઈ મકવાણા (ઉ.વ.૨૦)એ મુકેશભાઈ ભીખાભાઈ દાફડા, દિનેશભાઈ ભીખાભાઈ દાફડા તથા રેખાબેન મુકેશભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપી મુકેશભાઇ તથા તેના પત્ની રેખાબેન તથા દિનેશભાઇ રહે.ત્રણેય બાલાપુર વાળા તેમના બાપુજીને તું કેમ ઘરે મોટે મોટેથી બોલે છે તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારતા હતા. જેથી તેઓ વચ્ચે પડતા મુકેશભાઇએ લાકડાનો એક ઘા મારી તેમને જમણા હાથે હાંસડીના ભાગે ફેકચર કર્યું હતું. તેમજ બાપુજીને જાનથી મારી નાખવાની ધમકી આપી જેમફાવે તેમ ગાળો આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.કે. વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.