લાઠીમાં ભવાની સર્કલ સામે દરવાજા પાસે રોડ પર એક કિશોરને ‘તું કેમ મારા ભાઈ સામે ત્રાંસી નજરથી જોવે છે?’ તેમ કહી ગાળો બોલી ઝાપટ મારવામાં આવી હતી, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જેનીશભાઈ ભરતભાઈ આકોલીયા (ઉં.વ. ૧૬)એ લાઠીમાં રહેતા અયાન લકીયારી, મુનીર શેખ, વારીશ લકીયારી તેમજ શેખ પીપરીયા ગામે રહેતા જીશાન શેખ અને અન્ય ૧૦ અજાણ્યા છોકરાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેને વારીશ લકીયારી સામે ત્રાંસી નજરે જોવા બાબતે માર મારવાનું કહ્યું હતું. આ બાબતે તેઓ સમાધાનની વાતચીત કરવા સારૂ સ્કૂલની બહાર નીકળતાં જીશાન શેખ સમાધાનની વાતચીત કરવા સારૂ તેને પોતાની બાઈકમાં બેસાડી સ્કૂલ બહાર ગેટ પાસે લઈ ગયો હતો. અયાન લકીયારીએ તેમને કહેલ કે, ‘તું કેમ મારા ભાઈ વારીશ સામે ત્રાંસી નજરથી જોવે છે?’, તેમ કહી જેમ આવે તેમ ગાળો બોલીને ઝાપટ મારી હતી. તેમજ મોબાઈલ ચાર્જરના વાયર વડે વાંસાના ભાગે એક ઘા માર્યો હતો.