ભાવનગરના સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે વધુ એક ફરિયાદ થવા પામી છે. જે બાદ નયના બારૈયાએ ઙ્ઘઅજp રીમા ઝાલા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં સોશિયલ મીડિયા પર વીડિયો મુકી ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મારી વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારી સામે ડીવાયએસપી રીમાબેન ઝાલાએ ૫ ગુના નોંધ્યા છે.
મારા ઘરેથી વસ્તુ મળી હોય તો વીડિયો આપે. મારા કબજામાંથી બોટલ મળે તો ત્રણ સામે ગુનો કેમ નોંધાયા? મારા ઘરેથી બોટલ મળી તો વીડિયોગ્રાફી કેમ નહી? એસ્ટ્રોસીટી, ફરજમાં રૂકાવટ, દારૂની બોટલના કેસ કર્યા, મારી ધરપકડ થઈ ત્યારે મહિલા પોલીસ કર્મચારી હતા નહી, જેલમાંથી સીમ કાર્ડ પકડાય તેમા મને આરોપી બનાવાય છે.
ડીવાયએસપી રીમા ઝાલા મારી સામે ચોથો ગુનો દાખલ કરાવે છે. મારી સામે આજે પાંચમો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુંદનને મહુવા બોલાવી મારી સામે ગુનો દાખલ કરાવ્યો.મે કોઈનુ ખબાર નથી કર્યું તો શા માટે મારી સાથે આવું કમે છે.