ખાતર વ્યવસ્થાપનઃ રેતાળ જમીનમાં જમીન તૈયારી વખતે હેકટર દીઠ ૩૦૦ થી ૪૦૦ કિવન્ટલ જેટલું સારૂ કોહવાયેલુ છાણિયું ખાતર જમીનમાં નાખીને બરાબર ભેળવી દેવું. છાણિયું ખાતર અને રાસાયણિક ખાતરો ખામણા દીઠ આપવામાં આવે તો ખાતરનો બગાડ થતો અટકાવી શકાય છે. ખામણા દીઠ ૧૬ ગ્રામ નાઈટ્રોજન, ૧૦ ગ્રામ ફોસ્ફરસ અને ૧૦ ગ્રામ પોટાશ યુકત ખાતરો આપવા જોઈએ જેથી ઉત્પાદન વધુ મેળવી શકાય છે. વાવણી પહેલાં ૩૦ સે.મી.ટ૩૦ સે.મી.ટ૩૦ સે.મી. ના ખાડા તૈયાર કરવા. તેમાં બરાબર કોહવાયેલુ છાણિયુ ખાતર ૪ કિ.ગ્રા. માટી સાથે મિશ્ર કરી નાખવું. તે ખાડામાં ૩ર ગ્રામ યુરિયા અથવા ૮૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ, ૬ર ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને ૧૬ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ એ બધુ જ માટી સાથે મિશ્ર કરી ખાડામાં નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલ દરેક ખામણામાં બે અથવા હાઈબ્રીડ બિયારણ હોય તો એક બીજ થાણવાં બીજના જલદી અને એક સરખા માટે થાણતાં પહેલા બીજને ર૪ કલાક સુધી પાણીમાં પલાળી રાખી ત્યાર બાદ વાવવા.
ખાતરની ગણતરી :- (રટ૧ મીટરના અંતર માટે) ક્રમ હેકટર દીઠ તત્વો/ કિ.ગ્રા/હે.
કયું ખાતર કેટલા પ્રમાણમાં આપવું ખાતર કયારે આપવું?
• નાઈટ્રોજન -પ૦ ૧૧૦ કિ.ગ્રા. હે. યુરિયા વાવણી વખતે પાયામાં ફોસ્ફરસ- પ૦ ૩૦૦ કિ.ગ્રા હે. એસ.એસ.પી પોટાશ – પ૦ ૮૦ કિ.ગ્રા. હે. મ્યુરેટ ઓફ પોટાશ.
• નાઈટ્રોજન -રપ પપ કિ.ગ્રા. હે. યુરિયા અથવા ૧રપ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ વાવણી બાદ ૩૦ દિવસે
• નાઈટ્રોજન -રપ પપ કિ.ગ્રા. હે. યુરિયા અથવા ૧રપ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ ફળો બેસવાની શરૂઆત થાય ત્યારે. જો વાવણી જોડિયા હાર પધ્ધતિથી કરવામાં આવે તો તેમાં પોટાશ અને ફોસ્ફરસ ઉપર મુજબ લેવું પણ નાઈટ્રોજન યુકત ખાતર ૧પ૦ કિ.ગ્રા. આપવું જેમાં ૭પ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી વખતે ૩૭.પ કિ.ગ્રા. વાવણી બાદ અને બીજુ ૩૭.પ કિ.ગ્રા. ફળો બેસવાની શરૂઆત થાય ત્યારે આપવું. હાઈબ્રીડ જાતનું વાવેતર કરવું હોય ત્યારે ખાતરનો જથ્થો ૧૦૦-૧રપ-૧૦૦ ના.ફો.પો. કિલો/હે. પ્રમાણે આપવું. જો જમીનમાં નિમેટોડસ(કૃમિ)નો ઉપદ્રવ જોવા મળતો હોય તો શરૂઆતમાં ખાડામાં કાર્બોફયુરાન દવા હેકટરે ૧ર કિલો પ્રમાણે આપવું. ફુલ આવે ત્યારે કેલ્શીયમ નાઈટ્રેટ ર ગ્રામ / લિટર અને વેલા ઉગી ગયા બાદ ૧પ-ર૦ દિવસે મેગ્નેશિયમ સલ્ફેટ ર ગ્રામ / લિટર પ્રમાણે અને બોરોન ૧ ગ્રામ + કેલ્શીયમ ૧ ગ્રામ / લિટર પ્રમાણે ભેળવી ફળોના વિકાસના સમયે છંટકાવ કરવામાં આવે તો ફળોની સંખ્યામાં વધારો કરી શકાય.
ખેતી કાર્યો : પારવવુંઃ છોડની સારી વૃધ્ધિ થયા બાદ ખામણા દીઠ એક એક રહેવા દઈને વધારાના છોડ કાઢી નાખવા. હાઈબ્રીડ તરબુચની ખેતીમાં છાંટણી ખુબ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં શરૂઆતમાં એક મુખ્ય અને બીજી બે બાજુમાં શાખા રાખી બાકીની કાઢી નાખવી. આ કાર્ય જયારે તરબુચ નાના હોય ત્યારે કરવું. ફળની સંખ્યા કરતા કદ પર ભાર મૂકવાનો હોય ત્યારે ફળ નાના હોય તે વખતે વધારાના ફળો તોડી નાખી સંખ્યા ઓછી કરવી જેથી બાકી રહેલા ફળનો વિકાસ સારો થાય.
આંતરખેડ અને પિયતઃ આ પાકનાં મૂળ ઉંડા જતાં નથી આથી નિંદામણનો નાશ કરવા છીછરી આંતરખેડ કરવી. વેલા મોટા થયા બાદ ખૂરપીથી નિંદામણ કરવું. આ પાકના આયુષ્ય કાળ દરમ્યાન ૮ થી ૧૦ દિવસનાં અંતરે પિયત આપવું. વેલાની વૃધ્ધિ નીકળી એક જ બાજુએ થાય એ માટે શરૂઆતથી જ દરેક વેલાને કેળવવા. આમ કરવાથી નીકમાં પિયત સહેલાઈથી આપી શકાય છે અને ફકત નીકમાં જ પિયત આપવાથી ફળને વધુ ભેજથી થતું નુકસાન અટકાવી શકાય. પાછલી અવસ્થામાં પાણી ઓછું આપવું જેથી એની ગુણવત્તા સારી રહે. પાકની શરૂઆતની અવસ્થામાં વેલાની ઝડપી વૃધ્ધિ થાય છે તે સમયે ૬ થી ૭ દિવસે પાણી આપવું. ત્યાર પછી સામાન્ય રીતે ૧૦ થી ૧ર દિવસે પાણી આપવું અને ફળ પાકવાની શરૂઆત થાય તે અગાઉ પાણી આપવાનું બંધ કરવું. શરૂઆતની વીણી બાદ નાના રહેલ ફળના વિકાસ માટે લાંબા ગાળે હળવું પિયત આપવું. ગોરાડુ જમીનમાં અથવા રેતાળમાં ટૂકા ગાળે પાણી આપવું.
જાતિય પરિવર્તનઃ સામાન્ય રીતે તરબુચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા આવશ્યક છે. આ માટે ઈથેફોન પ૦ થી ૧૦૦ મિ.ગ્રા./ લિટર અથવા જીબ્રેલિક એસિડ રપ મિ.ગ્રા. / લિ. નું દ્રાવણ બનાવી બે છંટકાવ (બીજાથી ચોથા પાન નીકળે ત્યારે અને બીજો છંટકાવ પાંચમું પાન નીકળે ત્યારે) કરવાથી માદા પુષ્પોનો વધારો કરી અને ઉત્પાદન વધારે મેળવી શકાય છે.
લણણીઃ તરબુચના ફળની પરિપકવતા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા.
• પ્રકાંડને છેડે તણાવો સુકાવા માંડે.
• ફળને આંગળીથી ટકોરો મારતાં ધાતુ જેવો રણકાર આવે તો ફળ અપરિપકવ છે જયારે ઘેરો- બોદો અવાજ આવે તો તે ફળ પરિપકવ છે.
• જમીનને અડકેલ ફળના ભાગની છાલનો રંગ ફળ પરિપકવ થતા સફેદમાંથી બદલાઈ પીળાશ પડતો થાય છે.
• ફળનાં ડીંટા આગળ લાગેલ વેલો લીસો અને બિલકુલ રૂવાટી વગરનો દેખાય તો તરબુચ પાકી ગયુ છે તેમ માની શકાય.
ઉત્પાદનઃ તરબુચનો પાક ૮પ થી ૯૦ દિવસનો છે. તેમાં ફળોનું ઉત્પાદન હેકટર દીઠ ૩૦ થી ૪૦ ટન જેટલું મળે છે. હાઈબ્રીડ તરબુચની ખેતીમાં કુલ ૬પ હજારના ખર્ચની સામે ચોખ્ખો નફો ૧.૧૦ લાખ જેટલો મળે છે. જો ખેડૂત તરબુચની ખેતી વધારે કાળજી રાખીને કરે તો ઘણો નફો મેળવી શકાય છે.