ડાનાલ્ડ ટ્રમ્પનું બીજી વાર સત્તામાં પુનરાગમન થયું તે પછી અપેક્ષા મુજબ, તેમણે ન માત્ર ભારત, પણ વિશ્વના મહ¥વના બધા દેશોના કાંડા સીમા શુલ્કના નામ પર આમળ્યા. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ખેડૂતો માટે દીવાલની જેમ હું ઊભો છું. અમેરિકા ઇચ્છતું હતું કે ભારત પોતાના બજારને અમેરિકાના કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે સંપૂર્ણ ખુલ્લું મૂકી દે. આવું થાય તો ભારતના ખેડૂતો અને પશુપાલકોને પારાવાર હાનિ પહોંચે. પરંતુ મોદી જાણતા હતા કે આની તેમને બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.
અને આ ઘટનાક્રમ આૅગસ્ટમાં જ બની રહ્યો હતો તે સમયે ઈશ્વર પણ મોદીને સાથ આપતો હોય તેમ, ચીને નમતું જોખીને ભારત સાથે સંબંધ સુધારી સીમાએથી સેના પાછી ખેંચી લીધી અને આૅગસ્ટમાં એક મોટો ઘટનાક્રમ બની ગયો. આ ઘટનાક્રમની મીડિયામાં જેટલી ચર્ચા થવી જોઈએ તેવી થઈ નહીં, વડાપ્રધાન મોદીએ પોતાના એક ભાષણમાં હિંટ આપી હોવા છતાં ! કારણકે મીડિયા માત્ર વિદેશી એજન્ડા પર જ ચાલે છે એટલે વિદેશી મીડિયામાં જો ડાનાલ્ડ ટ્રમ્પને ખરાબ ચિતરવામાં આવે તો તેને ખરાબ ચિતરવાના. વિદેશી મીડિયામાં જો પર્યાવરણ પર હોહલ્લા કરવામાં આવે તો માત્ર દિવાળી પર જ ફટાકડાના કારણે પ્રદૂષણથી હવા વિષૈલી બની ગઈ હોવાનું નકારાત્મક આઠ કાલમનું હેડિંગ આપવાનું પણ ૩૧ ડિસેમ્બરે રાત્રે બાર વાગે દુનિયાભર ફટાકડા ફોડશે કે યુક્રેઇન-રશિયા વચ્ચે ત્રણ વર્ષથી સતત યુદ્ધ ચાલુ હોવા છતાં, હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ હોવા છતાં તેના કારણે પ્રદૂષણ થતું હોવાના પોતાની બુદ્ધિ વાપરીને, ઇન્વેસ્ટિગેશન સ્ટારી કરાવીને સમાચાર નહીં છાપે, કારણકે તેમ કરે તો (વિદેશી) બા ખિજાય !
બે સપ્ટેમ્બર ૨૦૨૫એ વડાપ્રધાન મોદી સેમીકાન ઇન્ડિયાના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમાં તેમણે તેમની શૈલી મુજબ કહ્યું કે, “કલ હી મૈં ચીન ઔર જાપાન કી યાત્રા સે આયા હૂં.” મોદીજીના શ્રોતાઓ પણ મોદીજીની વાત બરાબર પકડી લેતા હોય છે. આટલા વાક્ય પર જ ત્યાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. એટલે મોદીજીએ ગર્ભિત રીતે કહ્યું, “ત્યાં યાત્રાએ ગયો હતો એટલે તાળીઓ પાડો છો કે પાછો આવી ગયો એટલે તાળીઓ પાડો છો?”
પહેલાં તો બધાને થયું કે જાપાન અને ચીન બંને એકબીજાનાં શત્રુ. એટલે જાપાન જઈને પછી મોદીજી ચીન ગયા અને બંને જગ્યાએ સમાન સન્માન મેળવ્યું અને અમેરિકાના એજન્ડા પર પાણી ફેરવ્યું તે અંગે મોદીજી સંકેત કરવા માગતા હશે. પરંતુ દિવાળી પછી સાશિયલ મીડિયા પર જે સંદેશા ફરતા થયા તે કડીઓ જોડીએ તો બહુ જ ગંભીર વાત કહી જાય છે.
બન્યું એવું કે મોદીજીએ ૨૬ આૅક્ટોબરથી ૨૮ આૅક્ટોબર દરમિયાન યોજાયેલી આસિયાન શિખર પરિષદમાં ઉપસ્થિત રહેવાનું ટાળ્યું એટલે વિપક્ષોએ – વિશેષ રૂપે કાંગ્રેસે ટીકા કરી. પરંતુ મોદીજીએ આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રોની ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી મહાસભામાં પણ જવાનું ટાળ્યું હતું. આ અંકોડા મેળવીએ તો એ વાત પહેલી દૃષ્ટિએ ધ્યાનમાં આવે કે ટ્રમ્પની બાવડાબાજીના કારણે મોદીજી ટ્રમ્પને સંદેશ આપવા માગે છે કે તમારી સાથે અમે કોઈ વાર્તાલાપ કરવા માગતા નથી. પરંતુ પાછું મોદીજીએ ટ્રમ્પ સાથે ફાન પર વાર્તાલાપ કરી ઇઝરાયેલ-હમાસ વચ્ચે શાંતિ સમજૂતી બદલ અભિનંદન તો પાઠવ્યા જ હતા, એટલે અક્કડ વલણ રાખવાનો કોઈ પ્રશ્ન ભારતના પક્ષે ઉપસ્થિત થતો નથી. અમેરિકા સામે એવું અક્કડ વલણ રાખે તેવી ઈન્દિરા ગાંધી જેવી ભૂલ મોદીજી કરે તેવા નથી.
તો? એનો ઉત્તર ઢાકામાં બનેલી એક ઘટનામાં મળે છે. બધા જાણે છે તેમ બાંગ્લાદેશમાં છેલ્લા એક વર્ષથી અમેરિકાના ડેમોક્રેટ પક્ષ એટલે કે ડીપ સ્ટેટના માનીતા મોહમ્મદ યુનૂસ ગાદી પર પલાઠી વાળીને બરાબર ચીપકી ગયા છે. ચૂંટણી આપવાનું નામ નથી લઈ રહ્યા. (આની સામે નેપાળમાં પણ આવું આંદોલન થયું પરંતુ નેપાળના વચગાળાનાં વડાપ્રધાન સુશીલા કાર્કીએ પાંચ માર્ચ ૨૦૨૬એ કરવાની ઘોષણા કરી પણ દીધી.) સંઘના વિચારપત્ર ‘આૅર્ગેનાઇઝર’માં એક અહેવાલમાં કહેવાયું છે કે ૩૧ આૅગસ્ટે બાંગ્લાદેશની રાજધાની ઢાકાની હાટલના એક કક્ષમાં અમેરિકાના સ્પેશિયલ ફાર્સના એક અધિકારી ટેરેન્સ અર્વેલ જેક્સનનું શંકાસ્પદ મૃત્યુ થયું. આનાથી અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએના ભારત વિરોધી ષડયંત્ર પરથી પડદો ઊઠ્યો.
‘આૅર્ગેનાઇઝર’ના અહેવાલમાં આશંકા વ્યક્ત કરાઈ છે કે શું આ અમેરિકી અધિકારીને ભારત અને વડાપ્રધાન મોદીને નિશાન બનાવવા માટે ઢાકામાં નિયુક્ત કરાયા હતા? આની પુષ્ટિ એ વાત પરથી પણ મળે છે કે મોદીજી ચીનમાં શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા ગયા ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે તેમની જડબેસલાક સુરક્ષાવાળી કારમાં ગયા હતા. અને આ વાત ચર્ચાનો મુદ્દો અવશ્ય બની હતી પરંતુ ત્યારે કોઈને ઢાકાવાળી ઘટનાની ખબર નહોતી. કારમાં મોદી-પુતિન વચ્ચે ૪૫ મિનિટ સુધી મંત્રણા ચાલી હતી. અને એટલે જ મોદીજીએ બે સપ્ટેમ્બરે સેમીકાનના કાર્યક્રમમાં સૂચક રીતે કહ્યું કે “તમે હું ગયો હતો એટલે તાળી પાડો છો કે હું (જીવતો) પાછો આવ્યો તેના માટે તાળી પાડો છો?”
એ વાતમાં તો કોઈ શંકા નથી કે વડાપ્રધાન તરીકે મોદી આવ્યા પછી સૌથી સારું કામ થયું હોય તો તે રા (રિસર્ચ ઍન્ડ એનાલિસિસ વિંગ)ની મજબૂતીનું છે. ભલે સરકાર અધિકૃત રીતે દાવો ન કરતી હોય (અને અમેરિકા હોય કે સોવિયેત સંઘ, કોઈ દેશની સરકાર આવાં કામો માટે અધિકૃત રીતે સ્વીકાર ન જ કરે) કે પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ અજ્ઞાત આક્રમણકર્તાઓના હાથે મરે છે, કેનેડામાં ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જર મર્યો અને અમેરિકામાં ખાલિસ્તાની સમર્થકોનો વડો ગુરુપતવંતસિંહ પન્નુની હત્યાનો પ્રયાસ થયો (જેના માટે અનુક્રમે કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડા અને અમેરિકાના તત્કાલીન પ્રમુખ જા બાઇડેને ભારતની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો અને આ બંનેની સત્તામાંથી વિદાઈ થઈ ગઈ અને ટ્રમ્પ ભલે આમ ગમે તેવા હાકલા-પડકારા ભારત સામે કરતા હોય પરંતુ આ બાબતે ચૂપ છે) તે બધા પાછળ ‘રા’નો હાથ છે. એમ તો કેનેડામાં પંજાબી ઉદ્યોગપતિ દર્શનસિંહ સાહસીની હત્યા થઈ ગઈ તેના માટે લારેન્સ બિશ્નોઇ ગેંગનો હાથ હોવાનું કહેવાય છે. આ વેપારી ડ્રગ્સના વેપારમાં સંલિપ્ત હતા.
બીજું કે ઇન્ટેલિજન્સ પણ મજબૂત બની છે. તેથી જ તો ભારત શ્રીલંકાને પણ ૨૧ એપ્રિલ ૨૦૧૯એ ઇસ્ટર પર કેથોલિક ચર્ચને લક્ષ્ય બનાવીને ઇસ્લામિક સ્ટેટ દ્વારા થયેલા બામ્બ ધડાકા અંગે ઇન્ટેલિજન્સ જાણકારી આપી ચેતવી શકે છે. વળી, મોદીએ ઇતિહાસને બરાબર વાંચ્યો અને પચાવ્યો છે એટલે જાણે છે કે તાશ્કંદ કરાર વખતે શાસ્ત્રીજી સાથે શું થયું હતું. આથી જ સીઆઈએ અત્યારે મોદીની પાછળ પડી છે ત્યારે મોદી એ બધી જગ્યાએ જવાનું ટાળી રહ્યા છે જ્યાં સીઆઈએ તેમને સરળતાથી નિશાન બનાવી શકે.
બીજું કે ટ્રમ્પ અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યૂએલ મેક્રા વચ્ચે પણ તૂતૂમૈંમૈં ચાલે છે. આ અંગે મોદીજીએ મેક્રાં સાથે રમૂજ પણ કરી હતી કે આજકાલ ‘ઍક્સ’ (ટિ્વટર) પર લડાઈ ચાલે છે. એટલે મેક્રાં અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં ભાગ લેવા ગયા ત્યારે ટ્રમ્પની વાયડાઈ મુજબ, તેમની કાર શ્રૃંખલાને ન્યૂ યાર્કની પોલીસે અટકાવી તેમનું અપમાન કર્યું હતું. તે પછી મેક્રાંએ ટ્રમ્પને ફાન કરવો પડ્યો અને પછી તેમનાં વાહનો આગળ વધી શક્યા હતા. આવું પોતાની સાથે પણ થવાની સંભાવના હતી તે મોદી બરાબર પામી ગયા. એ તો ઠીક પરંતુ વિશ્વના નેતાઓ સાથે ઝૂમ બેઠક દરમિયાન ટ્રમ્પની આૅવલ આૅફિસમાં પોતે વચ્ચે બેઠા હતા, અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ પણ વ્યવસ્થિત બેઠા હતા પરંતુ મેક્રાંને ટેબલના ખૂણે તેઓ અસહજ અનુભવે તેમ બેસાડી તેમનું અપમાન કરાયાના રિપાર્ટ બ્રિટનના ‘ડેઇલી મેઇલ’ સમાચારપત્રએ આપ્યા હતા (બ્રિટન અને ફ્રાન્સની વચ્ચે પાછું ભારત-પાકિસ્તાન જેવું છે અને બ્રિટન અમેરિકાનું પોઠિયું એટલે એ ફ્રાન્સના પ્રમુખનું અપમાન થાય તે સમાચાર છાપે જ).
અને એટલે જ વડાપ્રધાન મોદીએ કેનેડામાં જી-સાત બેઠક પછી પોતાને મળતા જવાના અમેરિકાના પ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પના આમંત્રણને પણ નકારી દીધું. અને અત્યારે અમેરિકાના નાથના બદલે જગતના નાથ – જગન્નાથ પ્રભુની ભૂમિ ભુવનેશ્વરમાં જનસભાને પ્રાધાન્ય આપ્યું. એટલું જ નહીં, આગળના પગલાં તરીકે, ઇલેક્ટ્રાનિક્સ અને માહિતી ટૅક્નાલાજી પ્રધાન અશ્વિની વૈષ્ણવને આગળ કર્યા. ૨૩ સપ્ટેમ્બરના દિને અશ્વિની વૈષ્ણવે ‘ઍક્સ’ પર એક પાસ્ટ કરીને જાહેરાત કરી કે ડાક્યૂમેન્ટ માટે, ઍક્સેલ જેવા સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન માટે તેઓ સ્વદેશી ઉત્પાદન ઝોહો પર ખસી રહ્યા છે.
તે પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ સાત આૅક્ટોબર ૨૦૨૫એ પોતે હવે ઝાહો ઇમેઇલ વાપરતા હોવાનું ‘ઍક્સ’ પર જણાવ્યું. ધીમેધીમે ભાજપ સરકારો ઝોહોને અપનાવવા લાગી. આ સંદેશો પર્યાપ્ત હોય તેમ, રાષ્ટ્રવાદીઓ ઝોહોની વાટ્સઍપ જેવી સંદેશાવાહક ઍપ અરાત્તાઈ પર ખસવા લાગ્યા. અરાત્તાઈ સપ્ટેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ ઍપ્પલના ઍપ સ્ટારમાં પ્રથમ ક્રમની ઍપ બની ગઈ હતી. એટલે કે માઇક્રાસાફ્ટ હોય કે વાટ્સઍપ એ બધી અમેરિકાની ટૅક મહાસત્તા કંપનીઓ છે અને લૅફ્ટ-લિબરલોના હાથમાં પણ ખરી. એટલે અમેરિકાનું ટેરિફ કાર્ડ પછી સંભવતઃ આ ટૅક કંપનીઓને આગળ કરીને વિનાશકારી શસ્ત્ર હોઈ શકતું હતું. તેની સામે ભારત સરકારે આગોતરા જ પાણી પહેલાં પાળ બાંધી લીધી.
આ લખનારે તો ૨૦૧૭માં ભારતીય વિચારમંચના ‘ડીકાલાનાઇઝેશન આૅફ ઇન્ડિયન માઇન્ડ’ના પરિસંવાદમાં સંઘના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સૂચક ચેતવણી ઉચ્ચારી હતી કે આપણે અંગ્રેજોએ શું કાલાનાઇઝેશન કર્યું તેની વાત કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે ગૂગલ, ફેસબુક, વાટ્સઍપ, જીમેઇલ વગેરે આપણું મન પરિવર્તન કરી રહ્યા છે. આપણે શું ખરીદવું, શું પહેરવું, કેવું જીવન જીવવું તે બધું તેઓ નક્કી કરે છે. ૨૦૧૩-૧૪ આસપાસ સ્માર્ટ ફાનનું ભારતમાં ચલણ વધ્યું અને ઉપરોક્ત કંપનીઓનું ભારતીયોના જીવનમાં મહત્વ વધ્યું તે પછી ભારતીયો કેટલા પશ્ચિમભિમુખ થયા છે તે સર્વેને વિદિત છે. જીમેઇલમાં કોઈ મેઇલ આવે તો તે આપણને શું ઉત્તર આપવો તેના ત્રણ સંભવિત વિકલ્પ કઈ રીતે આપે છે? તે આપણો મેઇલ વાંચતું હોય તો જ આ કરી શકે. ફેસબુકમાં રાષ્ટ્રવાદીઓની પાસ્ટને દબાવી દેવાય છે તે પણ સર્વવિદિત છે. ગૂગલ તો ડાનાલ્ડ ટ્રમ્પની હત્યાના સમાચારને પણ નથી બતાવતું તો ભારતમાં રાષ્ટ્રવાદીઓને લગતા સમાચાર તો દબાવી દે જ છે. એલજીબીટીક્યૂને અન્યાય થતો હોવાના સમાચાર આપશે પરંતુ એલીજીબીટીક્યૂ અમેરિકાનાં બાળકોને કેવી રીતે હાનિ પહોંચાડી રહ્યા છે તે નહીં જણાવે. આવું જ વિકિપીડિયાનું પણ છે.
વિકિપીડિયા સામે જોકે હવે રાષ્ટ્રવાદી એલન મસ્કે ગ્રાકિપીડિયા તરતું મૂકીને આબાદ નિશાન સાધ્યું છે. અને જાણીતા ભારતીય અર્થશાસ્ત્રી તેમજ વડાપ્રધાનના આર્થિક સલાહકાર સંજીવ સન્યાલે તો વિકિપીડિયા અને ગ્રાકીપીડિયા પર કેટલીક ઘટનાઓ જેમ કે દિલ્લીનાં રમખાણો, ૨૦૦૨ ગોધરા ટ્રેન નરસંહાર, અનુચ્છેદ ૩૭૦ નાબૂદી, અયોધ્યામાં વિવાદિત ઢાંચાના ધ્વંસ વગેરે મુદ્દે કેવી રીતે ભેદ છે અને વિકિપીડિયા ઇસ્લામી ત્રાસવાદીઓને કેવી રીતે છાવરે છે, હિન્દુઓને કેવી રીતે વિલન ચિતરે છે તેનું ‘ઍક્સ’ પર સુદીર્ઘ વર્ણન કર્યું છે.
દા. ત. ૨૦૨૦ના દિલ્લી રમખાણો તો આપણી દૃષ્ટિ સમક્ષ જ થયાં છે. તે અંગે વિકિપીડિયામાં મુસ્લિમ પીડિત હોવાનું આલેખાયું છે અને મુખ્યત્વે હિન્દુ ટોળાંઓએ મુસ્લિમોને નિશાન બનાવ્યા તેમ લખ્યું જ્યારે કે હકીકતે સીએએ મુદ્દે શાહીનબાગમાં ધરણા પર મુસ્લિમો બેઠા, તેમાં ઉશ્કેરણીજનક ભાષણો થયાં (ચિકનનેકથી ભારતના ટુકડા કરવાનું ભાષણ પણ થયું) તે વાત ભૂલી જવાઈ જે ગ્રાકીપીડિયામાં છે. આમ, ડીપસ્ટેટ અર્થાત્ લેફ્ટ-લિબરલોનાં ષડયંત્રોને નિષ્ફળ બનાવાઈ રહ્યાં છે. યુદ્ધ બરાબર જામ્યું છે.
આભાર – નિહારીકા રવિયા












































