અમરેલી-ગાવડકા નેશનલ હાઈવે નં. ૩૫૧, ઠેબી નદી પરનો પુલ ખરાબ સ્થિતિમાં હોય આથી અહીંથી પસાર થતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક રુટને લઈને અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેર થયેલ વૈકલ્પિક રૂટ મુજબ સાવરકુંડલાથી બગસરા તરફ જતાં તમામ વાહનોએ એન.એચ. પરથી ફતેપુર-વિઠ્ઠલપુર થઈ ગાવડકા ચોકડી (એન.એચ)-બગસરા રોડ પરથી પસાર થવું. બગસરા તરફથી સાવરકુંડલા, અમરેલી તરફ આવતા તમામ ભારે વાહનોએ ગાવડકા ચોકડી (એન.એચ)- થઈ વિઠ્ઠલપુર-ફતેપુર થઇ એન.એચ. રોડ પરથી પસાર થવું. સાવરકુંડલાથી બગસરા તરફ જતા નાના વાહનોએ અમરેલી સિટીમાંથી પસાર થઇને જેસીંગપરા થઈ રાધેશ્યામ સર્કલથી બગસરા તથા બગસરા તરફથી સાવરકુંડલા, અમરેલી તરફ આવતા નાના વાહનોએ રાધેશ્યામ સર્કલથી જેસીંગપરા થઈ અમરેલી સિટીમાંથી પસાર થવું. આ જાહેરનામુ, તા.૧૬.૦૭.૨૦૨૫ થી પુલ નવો ન બને ત્યાં સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ અન્વયે શિક્ષાપાત્ર ઠરશે.