થરાદ તાલુકાના ડુવા ગામે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભુવાએ કરેલી ભવિષ્યવાણી હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કાર્યક્રમમાં હાજર લોકો સામે ભુવાએ કહ્યું હતું કે, “૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ લઈને આવજા, હું તમને ૧૧,૦૦૦ મતથી જીતાડિશ.ગોગા મહારાજના ભગત ગોદાભાઇનું ડુવા ગામે રમેલમાં નિવેદન સામે આવ્યું છે. અને ઘણા બધા લોકો રમેલમાં આવે છે અને માંગીલાલના ચાહકો પણ આયા હતા જેમાં ચાહકોએ કીધું કે આવનારી ૨૦૨૭ ની ચૂંટણીમાં માંગીલાલ જીતશે કે કેમ તો ગોગા મહારાજને પૂછ્યું તો ગોગા મહારાજને કીધું કે ટિકિટ મળશે તો માંગીલાલ જીતશે અને ૧૧ હજાર વોટો જીતશે એવુ છે ગોગા મહારાજે કીધું.
ભુવાએ આગળ કહ્યું કે જા તેઓ માંગીલાલ પટેલને જીતાડવામાં નિષ્ફળ જાય તો પોતાને “મહારાજ” ન કહેવા માટે પણ જણાવ્યું હતું. ભુવાની આ વાતો કાર્યક્રમમાં ઉપÂસ્થત લોકોમાં ચર્ચા જગાવતી બની હતી.
ઉલ્લેખનીય છે કે માંગીલાલ પટેલ કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્્યા છે અને તેઓ વર્તમાન સાંસદ ગેનીબેન ઠાકોરના નજીકના માનવામાં આવે છે. ભુવાએ માંગીલાલ પટેલને ધારાસભ્ય બનવાની સ્પષ્ટ ભવિષ્યવાણી કરતાં રાજકીય માહોલ ગરમાયો છે.આ સમગ્ર મામલે માંગીલાલ પટેલે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, “ભુવાએ જે કંઈ કહ્યું છે તે એમનો અંગત વિષય છે.”ભુવાની આ ભવિષ્યવાણી બાદ થરાદ સહિત આસપાસના વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે, જ્યારે આવનારી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.