સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ તેલંગાણા) દ્વારા રાજ્યના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સામે દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. આ અરજીમાં તેલંગાણા હાઈકોર્ટના રેવંત રેડ્ડી સામેના કથિત અપમાનજનક ટિપ્પણી બદલ કેસ રદ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે જા ભાજપ તેલંગાણામાં સત્તામાં આવશે, તો તે અનામતનો અંત લાવશે.સોમવારે મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે કેસ ફગાવી દીધો, અને કહ્યું કે સુપ્રીમ કોર્ટને રાજકીય લડાઈ લડવા માટેનું પ્લેટફોર્મ ન બનાવવું જાઈએ. મુખ્ય ન્યાયાધીશે ટિપ્પણી કરી, ‘જા તમે રાજકારણી છો, તો આ બધું સહન કરવા માટે તમારી પાસે જાડી ચામડી હોવી જાઈએ.’ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ, ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રન અને ન્યાયાધીશ અતુલ એસ ચાંદુરકરની બેન્ચે કહ્યું કે તે આ મામલામાં દખલ કરવા માટે તૈયાર નથી. બેન્ચે કહ્યું, ‘અમે વારંવાર કહી રહ્યા છીએ કે રાજકીય લડાઈ માટે આ કોર્ટનો ઉપયોગ ન કરો. ફગાવી દેવામાં આવ્યું. જા તમે રાજકારણી છો, તો તમારે જાડી ચામડી હોવી જાઈએ.’ભાજપના તેલંગાણા એકમે (તેના મહાસચિવ દ્વારા રજૂ કરાયેલ) મે ૨૦૨૪ માં રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે પક્ષ વિરુદ્ધ અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સીએમ રેડ્ડીએ તેલંગાણા કોંગ્રેસ સાથે મળીને એક ખોટી અને શંકાસ્પદ રાજકીય વાર્તા રચી હતી કે જા ભાજપ સત્તામાં આવશે તો તે અનામત નાબૂદ કરશે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે કથિત બદનક્ષીભર્યા ભાષણથી રાજકીય પક્ષ તરીકે ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.ગયા વર્ષે ઓગસ્ટમાં નીચલી અદાલતે કહ્યું હતું કે રેડ્ડી વિરુદ્ધ તત્કાલીન ભારતીય દંડ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૧૨૫ હેઠળ માનહાનિના કથિત ગુનાઓ માટે પ્રથમદર્શી કેસ બનાવવામાં આવ્યો હતો. કાયદાની કલમ ૧૨૫ ચૂંટણીના સંબંધમાં વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે. રેડ્ડીએ ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો અને દલીલ કરી કે ફરિયાદમાં કરાયેલા આરોપો તેમની સામે પ્રથમદર્શી કેસ નથી. તેમણે દલીલ કરી હતી કે રાજકીય ભાષણોને બદનક્ષીનો વિષય બનાવી શકાય  નહીં.હાઈકોર્ટે પાછળથી ટિપ્પણી કરી, “જા આ કોર્ટ સ્વીકારે છે કે ફરિયાદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રિય એકમના સભ્ય છે અને તેમને ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે ગણવામાં આવી શકે છે, તો પણ અધિકૃતતાના અભાવે ફરિયાદ જાળવી શકાય નહીં.”કોર્ટે કહ્યું હતું કે ફરિયાદી કે તેમના પ્રતિનિધિને ભાજપના રાષ્ટ્રિય એકમ વતી ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત નથી. હાઈકોર્ટે કહ્યું, “રાજકીય ભાષણો ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે. આવા ભાષણો બદનક્ષીકારક હોવાનો આરોપ લગાવવો એ બીજી અતિશયોક્તિ છે.” રેડ્ડીની અરજી સ્વીકારતા, હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશ અને કેસ સંબંધિત કાર્યવાહીને રદ કરી દીધી.