રાજુલાના જુની બારપટોળી ગામેથી મહિલા પાસેથી ૫ લીટર દેશી દારૂ મળ્યો હતો. પોલીસે ૧૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. તાલડા ગામેથી ત્રણ, અમરેલી, રાજુલા, ખાખબાઈ ગામેથી એક-એક મળી કુલ છ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. લાઠી આલમગીરી સામેથી એક યુવક નશાયુક્ત હાલતમાં મોટર સાયકલ ચલાવતા પકડાયો હતો.









































