મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ હજી થોડા દિવસ પહેલા સ્વાતંત્ર્ય દિવસના તેમના સંબોધનમાં લાલ કિલ્લા પરથી નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવાનું અને અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવાનું વચન આપ્યું હતું.જીએસટી દરોમાં ઘટાડા દ્વારા તેમણે આ વચન થોડાક જ દિવસમાં પૂરુ કરીને દેશવાસીઓને સુખમય જીવનની સોગાત આપી છે.તેમણે કહ્યું હતું કે, આ સીમાચિહ્નરૂપ રિફોર્મ્સથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો થશે. નાગરિકોનું રોજિંદુ જીવન વધુ સરળ બનશે અને ભારતના અર્થતંત્રને નવી ગતિ અને ઊર્જા મળશે.નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા યોજાયેલી ૫૬મી જીએસટી કાઉંસિલમાં ખેડૂતો, સમાન્ય નાગરિકો તથા નાના અને મધ્યમ ઉદ્યોગકારોના હિતમાં વિવિધ માળખાગત સુધારા, વેરાના દરમાં સુધારા અને ઇઝ ઓફ લિવીંગ એમ મુખ્ય ત્રણ બાબતો અંગે ભલામણ કરવામાં આવી હતી. વેરાના દરમાં સુધારા થવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.આ સીમાચિહ્નરૂપી ભલામણો અંગે વિગતો આપતા નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેતી માટે જરૂરી એવા ટ્રેકટર, ફર્ટીલાઇઝર, પિયતના સાધનો અને અન્ય મશીનરી વગેરે પર વેરાનો દર ૧૨ થી ૧૮ ટકા હતો, જેને ઘટાડીને હવે માત્ર ૦૫ ટકા કરવામાં આવ્યો છે, જેથી હવે ખેત પેદાશની ઊંચી લાગતમાં ઘટાડો થશે. આ મહત્વપૂર્ણ પગલાથી ગુજરાતના કરોડો ખેડૂતોને ફાયદો થશે.વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતો ઉપરાંત સમાન્ય માણસોને રોજિંદા જીવનમાં જરૂર પડતી વિવિધ ચીજ-વસ્તુઓ પર પણ વેરાનો દર ઘટાડવામાં આવ્યો છે. તેમણે ચીજ-વસ્તુઓ પરના વેરાની વિગતો આપી હતી.
* પરાઠા, ખાખરા, પનીર, પીઝાબ્રેડ જેવા ખાધ પદાર્થની વસ્તુઓ પર વેરા મુક્તિ આપવામાં આવી છે.
* પેસ્ટ્રી, કેક, ચોકલેટ, કેન્ડી, સીરીલ ફ્લેક્ષ વગેરે જેવી વસ્તુઓ પરનો વેરાનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.
* ડાયાબિટીક ફૂડ, સોયામીલ્ક, દૂધની બનાવટના પીણા, ફ્રૂટ પલ્પના પીણાં વગેરે પરનો વેરા દર ૧૮ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.
* ટૂથ પેસ્ટ, શેવીંગક્રીમ, સાબુ વગેરે જેવી દૈનિક વપરાશની વસ્તુઓ પર વેરાનો દર ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.
* ટેલીવીઝન, એ.સી., ફ્રીઝ, વોશિંગ મશીન વગેરે જેવા જરૂરી ઈલેટ્રેકટ એપ્લાયાન્સીન્સ પરનો વેરાનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.વ્યક્તિ મેડીક્લેમ અને વ્યક્તિ જીવન વીમાના પ્રિમિયમને જીએસટી હેઠળ મુક્તિ આપવામાં આવી.કેંન્સર જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતી દવાઓને પણ વેરા માફી આપવામાં આવી છે.આ ઉપરાંત સર્જીકલ આઇટમ, મેડીકલ ગ્રેડ ઓક્સિજન, ગ્લુકોમીટર જેવી વસ્તુઓ પરનો વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.રબર, શાર્પનર, સ્ટેશનરી બુક્સ, મેપ વગેરેની સ્ટેશનરી જેવી વસ્તુઓને જીએસટી હેઠળ મુક્તિ આપવામાં આવી છે. સાથે જ, કાગળ, મેથેમેટીકલ બોક્સ, જીઓમેટરી બોક્સ અને કલર બોક્સ પર વેરાનો દર ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.