જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠકમાં, સરકારે તહેવારોની મોસમમાં એક નવી ભેટ આપી છે. નવા ય્જી્‌ દરો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં ૧૨% અને ૨૮% સ્લેબ દૂર કરવામાં આવ્યા છે. રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ જે પહેલા ૨૮% માં હતી તેને ૧૮% સ્લેબમાં ખસેડવામાં આવી છે. તે જ સમયે, ૧૨% વાળી વસ્તુઓને ૫% માં ખસેડવામાં આવી છે. ઉપરાંત, ઘણી વસ્તુઓ પરનો ય્જી્‌ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.જીએસટી ૨.૦ માં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પરનો ય્જી્‌ પણ ઘટાડવામાં આવ્યો છે. ખાસ કરીને એસી, ટીવી, વોશિંગ મશીન, પ્રોજેક્ટર જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ૨૮% થી ૧૮% સ્લેબમાં આવી ગઈ છે. આ નવા ય્જી્‌ દર ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી લાગુ થશે. જીએસટી ઘટાડવાથી એસી, ટીવી, વોશિંગ મશીન વગેરે ખરીદવાથી તમને કેટલો ફાયદો થશે? એસી પર કેટલી બચત થશે?સામાન્ય રીતે લોકો ઘરોમાં ૧ ટન, ૧.૫ ટન અથવા ૨ ટન એસી લગાવે છે. ઉદાહરણ તરીકે, જા તમે પહેલા ૩૦,૦૦૦ રૂપિયામાં ૧ ટન એસી ખરીદ્યો હોત, તો તમારે તેના પર ૨૮%  જીએસટી એટલે કે ૮,૪૦૦ રૂપિયા ટેક્સ ચૂકવવો પડતો હતો. તે જ સમયે, જીએસટી ૧૮% હોવાને કારણે, હવે ૫,૪૦૦ રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. આ રીતે તમે ૩,૦૦૦ રૂપિયા બચાવી શકશો.

એસી      અંદાજિત મૂળ કિંમત           જૂનો જીએસટી ૨૮%         નવો જીએસટી ૧૮% બચત

૧ ટન     રૂ. ૩૦,૦૦૦                    રૂ. ૮,૪૦૦ રૂ. ૫,૪૦૦        રૂ. ૩,૦૦૦

૧.૫ ટન રૂ. ૪૦,૦૦૦                    રૂ. ૧૧,૨૦૦ રૂ. ૭,૨૦૦      રૂ. ૪,૦૦૦

૨ ટન     રૂ. ૫૦,૦૦૦૦                  રૂ. ૧૪,૦૦૦ રૂ. ૯,૦૦૦      રૂ. ૫,૦૦૦

ટીવી પર કેટલી બચત થશે?

હવે ૩૨ ઇંચથી મોટા કદના એલસીડી,એલઇડી ટીવી વગેરે પર જીએસટી પણ ૨૮% થી ઘટાડીને ૧૮% કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જા તમે રૂ. ૨૦,૦૦૦ ની કિંમતનું ટીવી ખરીદો છો, તો તમારે રૂ. ૫,૬૦૦ નો જીએસટી ચૂકવવો પડશે. હવે, તમારે આ માટે ૧૮% જીએસટી એટલે કે રૂ. ૩,૬૦૦ ચૂકવવા પડશે. આ રીતે, તમે ૨,૦૦૦ રૂપિયા બચાવી શકશો.

ટીવીની   અંદાજિત મૂળ કિંમત           જૂની જીએસટી ૨૮%         નવી જીએસટી ૧૮% બચત

૪૩ ઇંચ રૂ. ૨૦,૦૦૦ રૂ. ૫,૬૦૦      રૂ. ૩,૬૦૦                       રૂ. ૨,૦૦૦

૫૦ ઇંચ રૂ. ૩૦,૦૦૦ રૂ. ૮,૪૦૦      રૂ. ૫,૪૦૦                       રૂ. ૩,૦૦૦

૫૫ ઇંચ રૂ. ૪૦,૦૦૦ રૂ. ૧૧,૨૦૦ રૂ. ૭,૨૦૦                         રૂ. ૪,૦૦૦

૬૫ ઇંચ રૂ. ૫૦,૦૦૦ રૂ. ૧૪,૦૦૦ રૂ. ૯,૦૦૦                         રૂ. ૫,૦૦૦

૭૫ ઇંચ રૂ. ૬૦,૦૦૦ રૂ. ૧૬,૮૦૦ રૂ. ૧૦,૮૦૦                       રૂ. ૬,૦૦૦

જીએસટી કાઉન્સિલે ડીશવોશિંગ મશીન, મોનિટર અને પ્રોજેક્ટર પર પણ જીએસટી ૨૮% થી ઘટાડીને ૧૮% કર્યો છે. ઉદાહરણ તરીકે, જા તમે ૧૦,૦૦૦ રૂપિયાની ડીશવોશિંગ મશીન ખરીદો છો, તો તમારે તેના પર ૨,૮૦૦ રૂપિયાનો જીએસટી ચૂકવવો પડશે. નવા દરો લાગુ થયા પછી, તમારે ૧૮% જીએસટી એટલે કે ૧,૮૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે, તમે ૧,૦૦૦ રૂપિયા બચાવી શકશો.