સરકાર દ્વારા ચાલતી યોજનાઓ અને વિકાસના કામોને વધુ વેગવંતા બનાવવાના ઉત્તમ ઉદ્દેશ સાથે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યાએ રાજુલા તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જયારે પંચાયત, આરોગ્ય, આંગણવાડી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજુલા તાલુકાના છતડીયા, ભચાદર, નીંગાળા-૧ અને દેવકા ગામે વિઝીટ કરી હતી. જેમાં ૧૫ મા નાણાપંચમાં કરેલ વિકાસના કામોની પરીમલ પંડ્યાએ રૂબરૂ સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.જયારે સ્કૂલ, આંગણવાડી અને ગ્રામપંચાયતની વિઝીટ કરી વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરી બાબતે રીવ્યુ મિટિંગ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ મનરેગા યોજના તળે આર્થિક રોજગારીની સમીક્ષા કરી હતી. સગર્ભા માતાઓ અને બાળકોને અપાતી આરોગ્ય સેવાઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.










































