અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં પાયાના કાર્યકર્તા તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ચેતનભાઈ શિયાળની વર્ષ ૨૦૨૬માં અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે વરણી થતા પક્ષમાં ખુશીનો માહોલ છે. શિસ્તબદ્ધ અને સક્રિય નેતા તરીકે જાણીતા ચેતનભાઈએ છેલ્લા દોઢ દાયકામાં સંગઠનમાં અનેક મહત્વની જવાબદારીઓ નિભાવી છે. તેમની રાજકીય સફર પર નજર કરીએ તો, ૨૦૦૯થી ૨૦૧૨ દરમિયાન તેઓએ જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કર્યું હતું. ત્યારબાદ ૨૦૧૨થી ૨૦૧૫ સુધી જિલ્લા યુવા મોરચાના મંત્રી અને ૨૦૧૬થી ૨૦૨૧ દરમિયાન જિલ્લા ભાજપ મંત્રી તરીકે પક્ષની વિચારધારાને લોકો સુધી પહોંચાડી હતી. ૨૦૨૧ થી ૨૦૨૫ સુધી અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે યુવાનોમાં લોકપ્રિય બનેલા ચેતનભાઈને હવે જિલ્લા સંગઠનના અગત્યના પદ ‘મહામંત્રી’ની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ નિમણૂકથી અમરેલી ભાજપમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અત્રે નોંધનીય છે કે ચેતન શિયાળ અગાઉ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હોવાથી તેઓ સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે.