અમરેલી જિલ્લામાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઝેરી દવા પીવાથી મોત થયા હતા. પ્રથમ બનાવમાં ખંભાળા ગામે રહેતા રાહુલભાઈ વિઠ્ઠલભાઈ સાપરા (ઉ.વ.૧૯)એ જાહેર કર્યા મુજબ, રાજેશભાઈ વિઠ્ઠલભાઈ સાપરા (ઉ.વ.૩૩)એ અગમ્ય કારણોસર ખડ બાળવાની ઝેરી દવા પી જતાં સારવારમાં લઈ જવાયા હતા. આ દરમિયાન મોત થયું હતું. બીજા બનાવમાં અમરેલીમાં રહેતા અશરફભાઈ મજીદભાઈ બિલખીયા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, રૂકસાનાબેન અશરફભાઈ બીલખીયા (ઉ.વ.૨૦)ને ગેસની તકલીફ હતી. જેથી ઘરમાં પડેલી લીલા કલરની પડીકીમાં રહેલી ઝેરી દવા ભૂલથી ફાકી સમજી પી જતાં મરણ પામી હતી.
ત્રીજા બનાવમાં લાઠીના જરખીયા ગામે રહેતા કિશોરભાઈ ગોવિંદભાઈ ગોરસીયા (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, જયસુખભાઈ નાગજીભાઈ બરવાડીયા (ઉ.વ.૫૭)એ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી લેતાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ દરમિયાન મોત થયું હતું.