અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે રાજ્યના અગ્રગણ્ય એકમો માટે મશીન ઓપરેટર, આસી. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ), બ્રાંચ મેનેજર (માર્કેટિંગ), એજન્ટ, ટ્રેઈની તેમજ ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરુપ ધોરણ ૭ થી ધો.૧૦ પાસ, ધો.૧૨, આઈ.ટી.આઈ., સ્નાતક, ડિપ્લોમા મિકેનિકલની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતી મેળાનું આયોજન અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ડુંગર રોડ, રાજુલા ખાતે તા.૨૩ એપ્રિલને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે.