“હા, મહેશ ! સાચે જ મેં તારી પાસેથી ખરેખર સાચુકલું શરીર સુખ પ્રાપ્ત કર્યું છે. હવે જ મને ખબર પડી કે… આને શરીર સુખ કહેવાય, આને જ સાચો સંભોગ કર્યો કહેવાય, એ પણ એક જ વાર નહીં, આખી રાતમાં કંઇ કેટલીયે વાર કે જેની ગણતરી મેં નથી કરી. પરંતુ સાચું કહું છું… કંઇ કેટલીય વાર મેં પરમ તૃપ્તિના ઓડકાર ખાધા છે. રાતભર તારી સાથે મેં નવા નવા દાવ – ખેલ ખેલી લીધા. આજ સુધી મેં જે માત્ર કલ્પના કરી હતી તેવું સાચુકલું અનુભવયું, પ્યાસી પ્યાસી એવી હું હવે પૂર્ણપણે તૃપ્ત થઇ ગઇ છું, હવે તો ભગવાન કરે તારા શરીરનું બુંદ મારા શરીરમાં એકરૂપ થઇ જઇ કંઇક નવું સર્જન કરે તો મને લાગે કે, દામલનો વંશ આગળ વધે. જા આવું થાય તો તેનું બધુ પુણ્ય મને નહી પણ તને તો જરૂર ને જરૂર મળશે જ….
“ જા મહેશ…., હવે હું જેવી છું તેવી તારી સામે છું. મારૂં ચારિત્ર્ય તારે જેવું ગણવું હોય તેવું તું ગણી લે. હું જ સ્વીકારૂં છું કે… હું ખૂબજ નાલાયક છું. તારી નજરમાં હું પતીતા, આવારા અને બદચલઅ હોઇશ પરંતુ આ ફકત ને ફકત તારી નજરે હશે. સાચે જ દામલ મારો પતિ છે અને પિત તો પરમેશ્વરનું રૂપ ગણાય… એ હું સ્વીકારૂં છું એટલે તો ભગવાન પાસે મારી નમ્ર અરજ છે કે, દામલને આપણાં સંબંધ વિશે જરાપણ શંકા ન થવી જાઇએ જા તે શંકા થશે, જરાપણ શંકા થશે તો તે તેનું જીવન તત્કાળ બરબાદ કરી દેશે. કારણ કે હું મારા પિત દામલને સાચા હૃદયથી ઓળખું છું.
“મહેશ….! તેં મને જિંદગીભરનું સુખ તો ફક્ત એક જ રાતમાં એક સામટું આપી દીધું છે, હું ખૂબ જ સંતુષ્ટ છું. એ પાપ હોય તો પાણ અને પુણ્ય હોય તો પુણ્ય…! જે થયું છે તે હવે મનમાંથી કાઢી નાખવામાં સાચી મજા છે. જા આમ થશે તો જ આપણે આગળની જિંદગી જીવી શકીશું..
“સાચું કહું તો સ્ત્રી પાત્ર એવું છે કે તેને આજ સુધી હજી કોઇ સાચીને સારી રીતે સમજી કે ઓળખી નથી શક્યું. આમાં સંસારની તમામ સ્ત્રી જાત આવી જાય છે. હું પણ આવી જાઉ છું. તારા અને મારા આવા શારીરીક સંબંધ વિશે આપણાં બે સિવાય ત્રીજા કોઇને જરાપણ ખબર નથી અને આવા
સબંધંની ખબર પડવી પણ ન જાઇએ. એટલે હવે પછીની જિંદગી પહેલાંની જેમ જ તારે ને મારે જીવવી જ રહી. જરાપણ અફસોસ કરવો સારો નહીં. આ સંસાર જ એવો રહસ્યભર્યો રહ્યો છે પરિણીત હોઇએ તો પણ ભલે અને અપરિણીત હોઇએ તો પણ ભેલ, સંસારમાં શરીર સુખ ભોગવવા માટે સ્ત્રી અને પુરૂષ આકાશ – પાતાળ એક કરીને પણ આવું સુખ ભોગવે ત્યારે જ સંતોષ મેળવે છે. પરંતુ આવા નજીકના આડા સંબંધોથી કયારેક કયારેક ન બનવાના ખતરનાક બનાવો બનતા વાર પણ નથી લાગતી.
“હા…, એક વાત તને હજીપણ કહી દઉં…. મહેશ ! સ્ત્રી પાત્ર એટલું બધું ઉંડું અને ખૂબ જિદ્દી છે કે… તે ધારે તે કરી શકે છે. સ્ત્રી માં દરેક પ્રકારની અમાય શક્તિના ભંડારો ભરેલા પડયા છે એટલે તો સ્ત્રી ના ઇચ્છાને સમગ્ર પુરૂષજાત તરતજ વશ થઇ જાય છે.
“એક બીજી વાત કહું: કોઇપણ સ્ત્રી ના પેટમાં પોષણ પામતું બાળક એ કોનું બાળક છે, એનો બાપ કોણ છે…? એ તો માત્ર એ બાળકની માતાને જ સાચી ખબર હોય છે અને આવો ભેદ, આવું રહસ્ય એક સ્ત્રી તેના મૃત્યુપર્યત તેના પેટમાં જીવનભર સંઘરી શકે છે…” શાંતુ મહેશ સામે જાઇ એકધારૂં બોલતી રહી હતી. પરંતુ ત્યારે તો મહેશ સાવ જ મૂંગો થઇ ગયો હતો. એટલે વળી શાંતુએ જ આગળ કહ્યું:
“હું જે કંઇ બોલું છું તે તું સાંભળે તો છે ને…?! હું કયારની બોલ્યા કરૂં છું…. અત્યાર સુધીમાં તું તે એક શબ્દ પણ નથી બોલ્યો, આવું કેમ ચાલે…? આજે રજા છે એટલે કોઇ વાંધો નથી. મારે પણ સ્કૂલે જવાનું નથી ને તારે પણ ઓફિસે નથી જવાનું દામલ કમળાપુર છે એટલે છેલ્લે મારી વાત સાંભળી લે: દામલ ખૂબ જ તેજ અને જ્ઞાની વ્યક્તિ છે. હું તેને ખૂબ સારી રીતે ઓળખુ છું. માણસને જાઇને, તેની વર્તણુંક અને ચાલ પારખીને તેમ સામેનો ચહેરો જાઇને એક સાચા જ્યોતિષીની જેમ તે તરત પારખી જાય છે એટલે તો હું તને મારા બે હાથ જાડીને વિનંતી પર વિનંતી કરૂં છું કે, કાલે રાતની આપણી બન્ને વચ્ચેનો શારીરિક સંબંધ બંધાયો તેને એક સપનું સમજીને ભૂલી જા, વિસરી જા. આ તારા માટે ને મારા માટે તો ઠીક પરંતુ દામલની જિંદગી વિશે પણ મારે તો વિચારવાનું
આભાર – નિહારીકા રવિયા હોય ને ? હવે તો તું કંઇક બોલ….” આટલું બધું મોટું ભાષણ શાંતુએ ખૂબ જ શાંતીથી નમ્રતા સાથે મહેશને સંભળાવ્યું મહેશે પણ ખુલ્લા દિલે બધું જ સાંભળ્યું શાંતુ ભાભીની મજબૂરીને તેને સાચો ખ્યાલ આવ્યો. એટલે જ તેણે તેનું મોઢું ખોલ્યું: (ક્રમશઃ)