જામનગર શાક માર્કેટમાં રીક્ષામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. રીક્ષામાંથી મહિલાનો મૃતદેહ મળતા જામનગર એ ડિવિઝન પોલીસ દોડી આવી છે. પોલીસે મૃતદેહનું પંચનામુ કરીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ  ખસેડ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે મહિલા કોણ હતી અને ક્્યાંની હતી અને તે જામનગરની છે કે નહી તે બધા મામલે તપાસ શરૂ કરી છે. આ રીતે રીક્ષા માંથી મહિલાનો મૃતદેહ મળી આવતા જામનગર શાક માર્કેટમાં ચકચાર મચી ગઈ હતી. રીક્ષાની જાડે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. લોકોમાં લાશને લઈને અનેરુ કૂતુહલ હતુ. પોલીસે તરત જ ઘટનાસ્થળે જઈને લોકોના ટોળા વીખેર્યા હતા. તેની સાથે રીક્ષા અને મૃતદેહ બંને કબ્જે કર્યા હતા.
પોલીસે આ રીક્ષા કોની હતી તેની પણ તપાસ આદરી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ ખબર પડશે કે મહિલાનું મૃત્યુ કઈ રીતે થયું છે. હાલમાં તો પોલીસે અકસ્માત મૃત્યુ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મૃતદેહ પાસેથી અવશેષો કબ્જે લીધા છે અને તેના આધારે તેની ઓળખ સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરી રહી છે. તેના પછી પોલીસે સ્થાનિક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયમાં કેટલી મહિલા ગુમ થઈ છે તેની તપાસ પણ શરૂ કરી છે, જેથી તેના આધારે મૃતદેહની ઓળખ સુનિશ્ચિત કરવામાં મદદ મળે.
પોલીસે આ ઉપરાંત રીક્ષાના માલિકની પણ શોધ આદરી છે, જેના અંગે ટૂંક સમયમાં તેને ખબર પડી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રીક્ષાના નંબર પરથી તેના માલિકનો ડેટા આરટીઓમાંથી મંગાવવામાં આવ્યો છે. તેના પરથી પોલીસને મૂળ માલિક પાસે પહોંચવાની આશા છે. તેના પરથી આ કેસ પર વધારે પ્રકાશ પડશે તેમ પોલીસ માને છે. હાલમાં તો આ મહિલાનું મૃત્યુ કઈ રીતે થયું અને તે રીક્ષામાં કઈ રીતે પહોંચી તે બધુ સુનિશ્ચિત કરવું અઘરું છે. આમ છતાં પણ પોલીસે રીક્ષા જ્યાં નજીક હતી તેના નજીકના વિસ્તારોમાં પૂછપરછ કરીને થોડી ઘણી સગડ મેળવવાના પ્રયત્નો કર્યા છે. આ સિવાય તેણે સીસીટીવી ફૂટેજ પણ ચકાસવા માંડ્યા છે, જેથી રીક્ષા ક્્યાંથી આવી હતી તેનો પતો લગાવી શકાય. તેની સાથે મૃત્યુ પહેલાંની મહિલાની સ્થિતિ નો પણ અંદાજ આવી શકે.