જાફરાબાદના તલાવડીથી આગળ જતા રસ્તા પર અમદાવાદ જતી હિંમત ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક સવાર વિશાલ લક્ષ્મણભાઈ સોલંકીને માથામાં ગંભીર ઇજા પહોંચતા સૌપ્રથમ જાફરાબાદ સરકારી દવાખાને અને વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવ્યો હતો. આ અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.