ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જૂનાગઢ દ્વારા જાફરાબાદમાં એક ત્રણ-દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે પારેખ અને મહેતા હાઈસ્કૂલના કેમ્પસમાં કરવામાં આવ્યું. ઉદ્‌ઘાટન પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આયોજનને બિરદાવતા જણાવ્યું કે, “વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અમલમાં છે. આવા પ્રદર્શનથી નાનામાં નાનો નાગરિક પણ આ યોજનાઓનો લાભ લઈ શકશે.