જાફરાબાદ પંથકમાં સિંહોના આંટાફેરા જાણે હવે સામાન્ય બની ગયા છે. જાફરાબાદના નર્મદા કોલોની પાસે આવેલી જોગો સોસાયટીમાં રાત્રિના સમયે શિકારની શોધમાં ત્રણ સિંહ આવી ચડ્યા હતા. સિંહ આવતા જ રખડતા પશુઓમાં દોડધામ મચી હતી. સોસાયટીની શેરીઓમાં આંટાફેરા કરતા સિંહ સીસીટીવીમાં કેદ થયા હતા. શિકાર કર્યા વગર જ સિંહ પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે. ૪ થી ૫ દિવસ પહેલા જાફરાબાદ શહેરના લાઈટ હાઉસ વિસ્તારમાં ૧ યુવક ઉપર સિંહએ હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેના કારણે વધુ ગભરાટનો માહોલ સર્જાયો છે. તેવા સમયે વધુ એક વીડિયોમાં જોગો સોસાયટીમાં સિંહની લટાર સામે આવતા વધુ ફફડાટ ફેલાયો છે.