જાફરાબાદ શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સરકારી દવાખાનું હવે માત્ર જાફરાબાદના શહેરીજનો માટે મુખ્ય વિકલ્પ બની ગયું છે. જાફરાબાદ શહેરમાં પહેલા ટાવર હોસ્પિટલ તેમજ એમ.બી.બી.એસ. અને અનુભવી ડોક્ટર તરીકે જેમની ખ્યાતિ હતી તે ખ્યાતિ ધીમે-ધીમે વિસરાતી જાય છે. શહેરમાં એક પણ એમ.ડી. ડોક્ટર નથી, જેથી સરકારી હોસ્પિટલ જ ગરીબ લોકોનો આધાર છે. હોસ્પિટલની કથળતી સ્થિતિને લઈ જાફરાબાદ ભાજપ શહેર પ્રમુખ સંદીપભાઈ શિયાળ તેમજ બાલકૃષ્ણ સોલંકીએ મુલાકાત લેતા સરકારી દવાખાનામાં ખૂબ જ અનિયમિતતા અને પ્રાઇવેટ નોકરી કરતા હોય તે રીતે સ્ટાફ વર્તી રહ્યા હોય તેવુ સામે આવ્યું હતુ.ડોકટરો કોઈને ચાર્જ સોંપ્યા વગર જ રજા ઉપર ઉતરી જતા હોય તે બાબત પણ સામે આવી હતી. બાળકોના ડોક્ટર અને સી.એમ.સેવા કાર્યક્રમ હેઠળ નિમણૂક કરવામાં આવે છે જેમને એક કલાક પેટે ચાર્જ સરકાર દ્વારા આપવામાં આવે છે જેમને વધુમાં વધુ ત્રણ કલાક હાજર રહેવાનો રોજ ચાર્જ મળે છે. તે માત્ર એક જ કલાક નાના બાળકોને તપાસીને જતા રહે છે. એક કલાક બાદ બાકી રહેતા દર્દી તરીકે આવેલ નાના બાળકોને તે તપાસતા પણ નથી. સરકાર દ્વારા તમામ પ્રકારની દવાઓ અને પૂરતા સાધનો આપી અને વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ તેનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચી રહ્યો નથી આથી આ બાબતે ભાજપ આગેવાનોએ સરકાર હોસ્પિટલની કથળતી સ્થિતિને લઈ ધારાસભ્ય સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.