જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ડે. કલેક્ટર મહેશભાઈ બરસરાની અધ્યક્ષતામાં તાલુકા સંકલનની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા અને શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં હાલની સરકારી યોજનાઓની અમલવારીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ ખેતી, આરોગ્ય, કાયદો – વ્યવસ્થા અને શૈક્ષણિક ક્ષેત્રોમાં સુધારા તેમજ વિકાસ માટે અભિપ્રાય અને પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તાલુકા સંકલન બેઠકમાં પ્રાંતના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પુરૂ પાડ્‌યું હતું.