જાફરાબાદ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતનાં કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે જાફરાબાદ તાલુકાના હેમાળ પાસે હાઈવેનાં કામ દરમિયાન સ્કૂટર લઈ જઈ રહેલા માતા-પુત્રને પાછળથી આવી રહેલા ટ્રકે ટક્કર મારતા મહિલાનું મોત નિપજયું હતું. બનાવની વિગત જાઈએ તો હાઈવેની કામગીરી દરમિયાન ટુ-વ્હીલર ચાલકને ટ્રકે હડફેટે લીધા હતાં. મહાકાય ટ્રકનું પાછળનું વ્હીલ મહિલા પર ફરી વળ્યું હતું. જેના કારણે મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતક મહિલા ઉના તાલુકાનાં ઉમેજ ગામના નંદુબેન જેરામભાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.