જવાહર નવોદય વિદ્યાલયે ધોરણ ૯ અને ૧૧ માટેની પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. પરીક્ષા ૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે મોટા ભંડારિયા ખાતે યોજાશે. ઉમેદવારોને cbseitms.nic.in વેબસાઈટ પર જઈ, નોંધણી નંબર અને જન્મ તારીખ ભરીને ઓનલાઈન એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને આચાર્યોને આ માહિતી શેર કરવા વિનંતી કરવામાં આવી છે.