જંગલ ખાતાની જમીનમાં પશુ ચરાવવા બદલ દંડ પેટે રૂ.૧૧,૦૦૦ ની લાંચ લેતા દાહોદના ચાકલીયા પશ્ચિમના બીટગાર્ડ સુરેશસિંહ દિલીપસિંહ બારડ અને ફોરેસ્ટ ખાતામાં રોજમદાર તરીકે કામ કરતા સુનીલભાઇ રવજીભાઇ પારગીની એલસીબીએ ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ ફરીયાદી તથા અન્ય ૧૦ જણાં જંગલ ખાતાની જમીનમા પશુઓ ચરાવવા જતા હતા. જેથી આરોપી સુરેશસિંહ બારડ અને સુનિલ પારગીએ ફરીયાદી અને અન્યોને જંગલ ખાતાની જમીનમા કેમ પશુ ચરાવો છો તેમ કહી ફરીયાદી પાસેથી દરેક વ્યક્તિ દીઠ દંડ ભરાવવાના બહાના હેઠળ રૂપીયા ૨,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.રકઝકના અંતે સુર્શ બારડે ફરીયાદી પાસેથી ફરીયાદી અને અન્યો સહીત વ્યક્તિ  દિઠ રૂપીયા ૧,૦૦૦ લેખે કુલ રૂપીયા ૧૧,૦૦૦ ની લાંચ લેવા સહમત થયા હતા. ફરીયાદી પાસેથી વારંવાર આરોપી સુરેશસિંહે લાંચની માંગણી કરતા ફરીયાદીએ છઝ્રમ્માં ફરિયાદ કરી હતી. જેને આધારે ઝાલોદના દાતગઢ ગામે લાંચના છટકાનુ આયોજન કર્યું હતું. જેમાં બન્ને આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.