રાજુલાના છતડીયા ગામના વડ જવાના રોડ પાસે પુલની નજીક એક પતિએ પત્નીને તું અહીંયા કેમ ઉભી છે કહીને ઝાપટ મારી હતી. પતિએ બીજા લગ્ન કર્યા હોવાથી પહેલી પત્નીને સાથે રાખવા માંગતો ન હોવાથી આમ કર્યુ હતું. આ અંગે મીતીયાળા ગામે રહેતા મનીષાબેન સુરેશભાઈ પરમાર (ઉ.વ.૨૪)એ પતિ સુરેશભાઈ ભીખાભાઈ પરમાર તથા તેની મોટર સાયકલ પાછળ બેઠેલી અજાણી છોકરી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પતિ સુરેશભાઈ પરમારે બીજા લગ્ન કર્યા હોવાથી તેમને સાથે રાખવા માંગતા નહોતા. બે દિવસ પહેલા બપોરે બે એક વાગ્યાના અરસામાં પોતાની દીકરી સંધ્યા સાથે છતડીયા ગામથી વડ જવાના રોડ પર પુલની નજીક ઉભા હતા તે દરમિયાન પતિએ આવી તું અહીંયા કેમ ઉભી છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ ત્રણ ઝાપટ મારી હતી. ઉપરાંત તેની મોટર સાયકલ પાછળ બેઠેલી અજાણી છોકરીએ જેમફાવે તેમ ગાળો આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. ડી. લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.