રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બીજી વખત વિમેન્સ પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યું છે. ૫ ફેબ્રુઆરીના રોજ બીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં આરસીબીએ દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામે ૬ વિકેટથી જીત મેળવી હતી. આ પહેલા આરસીબીએ ડબ્લ્યુપીએલ ૨૦૨૪નો ખિતાબ જીત્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સ ની વાત કરીએ તો, તેઓએ ૨૦૨૩ અને ૨૦૨૫માં ડબ્લ્યુપીએલ ટ્રોફી જીતી હતી. દરમિયાન, દિલ્હી કેપિટલ્સ સતત ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું અને ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું હતું.
ચેમ્પ્યન  બન્યા પછી આરસીબી પર પૈસાનો વરસાદ થયો છે.ડબ્લ્યુપીએલ ૨૦૨૬ ફાઇનલ જીતનાર ઇઝ્રમ્ ને ૬ કરોડ મળ્યા. રનર-અપ દિલ્હી કેપિટલ્સ પણ ખાલી હાથે પાછા નહીં ફરે; તેમને સમગ્ર સિઝન દરમિયાન તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ૩ કરોડ મળશે. ડબ્લ્યુપીએલની પહેલી સીઝનથી ઈનામી રકમ યથાવત રહી છે. અત્યાર સુધીમાં, મુંબઈ ઇન્દીયન્સે  બે વાર ટાઇટલ જીત્યું છે, જેમાં પ્રત્યેકને ૬ કરોડની કમાણી થઈ છે, જ્યારે આરસીબીને ૨૦૨૪નો ટાઇટલ જીત્યા પછી એટલી જ રકમ મળી હતી. આ સિઝનમાં, ગુજરાત જાયન્ટ્‌સ દિલ્હી સામે હારી ગયા પછી એલિમિનેટર સુધી પહોંચી હતી. તેથી, ગુજરાતની ટીમને કોઈ ઇનામ રકમ મળી ન હતી.
આ ઉપરાંત, ટોચના રન-સ્કોરર (ઓરેન્જ કેપ), ટોચના વિકેટ લેનાર (પર્પલ કેપ) અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટને ૫ લાખ મળ્યા. આ સિઝનમાં સૌથી વધુ છગ્ગા મારનારા અને શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવતા ખેલાડીઓને પણ ૫ લાખ મળ્યા. સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઇને ડબ્લ્યુપીએલ ૨૦૨૬ માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપ એવોર્ડ જીત્યા હતા. હરમનપ્રીત કૌરને સૌથી વધુ છગ્ગા મારવા બદલ ૫ લાખ મળ્યા હતા. ગ્રેસ હેરિસને સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝનનો એવોર્ડ મળ્યો હતો.
આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ખાસ હતી. પહેલા બેટિંગ કરતા, દિલ્હી કેપિટલ્સે ૨૦૩ રન બનાવ્યા અને આરસીબી માટે ૨૦૪ રનનો લક્ષ્યાંક રાખ્યો.ડબ્લ્યુપીએલના ઇતિહાસમાં આટલા મોટા લક્ષ્યનો ક્્યારેય પીછો કરવામાં આવ્યો ન હતો. જાકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટાઇટલ જીતવા માટે રેકોર્ડ બ્રેકિંગ રન ચેઝ શરૂ કર્યો, અને ૧૯.૪ ઓવરમાં માત્ર ૪ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આરસીબી માટે સ્મૃતિ મંધાના અને જ્યોર્જિયા વોલે અડધી સદી ફટકારી.