અમરેલી જિલ્લામાંથી વારંવાર મોબાઇલ ચોરીની ઘટનાઓ બનવા પામે છે.
આ મોબાઈલ ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસ કડક હાથે કામ કરી રહી છે. અમરેલી જિલ્લાની પોલીસ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી મોબાઈલ ચોરને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં ચલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા મોબાઈલ ચોરીના અણઉકેલ ગુનામાં મોબાઈલ ચોરને ઝડપી પાડી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ભીખા પુના સાકરીયા (ઉં.વ. ૬૫ ) રહે. પ્રેમપરા તા. વિસાવદરના શખ્સને ઝડપી પાડી તેની પાસેથી રૂ. ૯૯૯૯ ની કિંમતનો રીયલ-મી કંપનીનો મોબાઈલ કબજે લીધો હતો. આ કામગીરી ચલાલા પોલીસના પીઆઈ જી.આર. વસૈયાના માર્ગદર્શન નીચે કરવામાં આવી હતી.