ધારી તાલુકાના ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન ધર્મજીવન હોસ્પિટલ, અમરેલીના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ આરોગ્યલક્ષી પહેલનો ૨૦૦ થી ૩૦૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.