દાન મહારાજના ચલાલા ગામના વેપારી અગ્રણી અને ઓમ સિલેક્શનના માલીક નિલેશભાઈ ડોડીયા ચલાલાથી ધારી જતા હતા ત્યારે તેમનો એ-પ્લસ કંપનીનો અંદાજે ૪૫૦૦૦ કિંમતનો મોબાઈલરસ્તા મા પડી ગયેલ હતો.. તેઓએ પોતાના પરિચિતમાં મોબાઇલની શોધ ખોળ કરી પરંતુ મોબાઇલ પરત મળ્યો ન હતો. ખોવાયેલો મોબાઇલ બાજુના દહીડા ગામના વતની અને દરરોજ સવાર સાંજ દૂધના દનૈયા ભરવાનો સામાન્ય ધંધો કરતા અશોકભાઈ બાવકુભાઈ વાળાને જડ્યો હતો. તેઓએ પળ નો પણ વિલંબ કર્યા વગર મોબાઈલમાંથી નંબર મેળવી પોતે નિલેશભાઈની દુકાને રૂબરૂ જઈ તેમનો ખોવાયેલો મોબાઇલ પરત કરી દઈ પ્રમાણિકતા અને માનવતા નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અશોકભાઈ વાળાએ કોઈ લોભ લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને તેનો મોબાઈલ કોઈ અપેક્ષા રાખ્યા વગર પરત કરી દેતા ચલાલાની બજારમાં અશોકભાઈ વાળા ની પ્રશંસા થઈ રહી છે.









































