ચલાલાની ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સોમવારે ચલાલા પોલીસ સ્ટેશનની પ્રેરણાદાયી મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાની ઉંમરથી જ કાયદા પ્રત્યે આદર અને જાગૃતિ કેળવવાનો તેમજ પોલીસની કાર્યપધ્ધતિથી માહિતગાર કરવાનો હતો. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ રતને વિદ્યાર્થીઓને ગુનાઓના પ્રકાર, અટકાયતની પ્રક્રિયા અને સુરક્ષાના પગલાં વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે બાળકોને કાયદાનું પાલન કરી આદર્શ નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે સંસ્થાના વડા પૂજ્ય સંત ડા. રતિદાદા, ડિરેક્ટર મહેશભાઈ મહેતા અને આચાર્ય શીતલબેન મહેતા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ પ્રવાસથી વિદ્યાર્થીઓના મનમાંથી પોલીસ પ્રત્યેનો ડર દૂર થયો અને વિશ્વાસ વધ્યો છે. બાળકોએ ઉત્સાહપૂર્વક કાયદાકીય જ્ઞાન મેળવ્યું