ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના કાયમી શુભેચ્છક અને દાતા ચલાલાના વતની ગોરધનભાઈ પરષોત્તમભાઈ ગેડીયા પરિવારમાં તા.૧૩.૧૨.૨૦૨૫ ના રોજ યોજાયેલ ચિ. કાર્તિક સંગ ઉર્વી, ચિ.યશ સંગ દર્શિતા અને ચિ. દ્રષ્ટિ સંગ વંશીલના લગ્ન પ્રસંગે એકત્રિત થયેલ ચાંદલાના રૂ.૧,૫૧,૦૦૦ની રકમને હોસ્પિટલના દર્દીનારાયણના લાભાર્થે અર્પણ કરી છે. પરષોત્તમભાઈ વલ્લભભાઈ ગેડીયા અને પરિવારજનો રકમ અર્પણ કરવા માટે ટીંબી હોસ્પિટલ પહોંચ્યા હતા, જેમનું પૂજ્યપાદ સદગુરૂ લિખિત જિજ્ઞાસુ પિયુષ અને શાલ અર્પણ કરીને વહીવટકર્તા ટ્રસ્ટી બી.એલ રાજપરા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. નવદંપતીઓનું લગ્નજીવન સુખી, શાંતિમય અને સમૃધ્ધ નીવડે તેવી શુભેચ્છા સાથે ટ્રસ્ટીમંડળે દાતા પરિવારનો આભાર માન્યો હતો.